________________
ગાથા : ૯૦
પાંચમો કર્મગ્રંથ
૩૯૩
મોહનીયકર્મ ૧થી૮ ગુણસ્થાનક સુધી જ બંધાય છે. તેનાથી આગળ બંધાતું નથી. માટે આગળના ગુણસ્થાનકોમાં સ્વામિત્વ નથી. ૧થી ૯ ગુણસ્થાનકોમાં સર્વત્ર સંજ્ઞી પંચેન્દ્રિયપણું, પર્યાપ્તાપણું અને શુભ અથવા અશુભ એવા ઉત્કૃષ્ટ યોગવાળા પણું બીજા-ત્રીજા ગુણસ્થાનક વિના બધે મળે છે. માટે બીજા-ત્રીજા વિના બધે સ્વામી કહ્યા છે. અલ્પતર પ્રકૃતિના બંધક હોય તો ભાગ ઓછા પડે, તેથી બંધાતીમાં વધુ દલિક આવે તેથી આયુષ્યકર્મ ન બંધાતું હોય ત્યારે અને ઉત્કૃશ્યોગમાં જીવો વર્તતા હોય ત્યારે સ્વામી જાણવા.
પ્રશ્ન - મોહનીયના ઉત્કૃષ્ટપ્રદેશબંધના સ્વામિમાં બીજા-ત્રીજા ગુણસ્થાનકનું વર્જન શા માટે કરો છો ?
ઉત્તર - બીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટયોગ નથી આ કારણ પૂર્વે સમજાવ્યું જ છે. ત્રીજા ગુણસ્થાનકે પણ અલ્પકાળ માત્ર હોવાથી અને સ્થિરતાવાળા પરિણામ ન હોવાથી ઉત્કૃષ્ટયોગ હોતો નથી. જો ત્રીજે ગુણઠાણે ઉત્કૃષ્ટ યોગ સંભવતો હોત તો અપ્રત્યાખ્યાનીય ચાર કષાયના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ત્રીજા-ચોથા ગુણઠાણા વાળા એમ કહેત. પરંતુ આ જ મૂલગાથાના છેલ્લા પદમાં ગયા તેના વિતિ સાથે કહીને માત્ર ચોથા ગુણઠાણાવાળાને જ સ્વામી કહ્યા છે. ત્રીજું ગુણસ્થાનક ન લેવામાં અને માત્ર ચોથે જ સ્વામી કહેવામાં અલ્પતર પ્રકૃતિબંધકતા આદિ બીજી કોઈ કારણતા સંભવતી નથી. કારણ કે જેમ ચોથે ગુણઠાણે મૂલ કર્મ સાત અને ઉત્તર પ્રકૃતિ મોહનીયની ૧૭ બંધાય છે. તેમ ત્રીજે ગુણઠાણે પણ મૂલ કર્મ સાત અને ઉત્તર પ્રકૃતિ સત્તર જ બંધાય છે. તેથી ત્રીજું ગુણસ્થાનક સ્વામી તરીકે ન લેવામાં ઉત્કૃષ્ટ યોગના અભાવને છોડીને બીજુ કોઈ કારણ સંભવતું નથી. આ પ્રમાણે બીજેત્રીજે ઉત્કૃષ્ટયોગ ન હોવાથી ત્યાં મોહનીયના સ્વામી કહ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org