________________
૩૯૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૦
ઘટે છે કે ૯૨મી ગાથાના છેલ્લા ૩ોસTUસ III fમછો ઇત્યાદિ પદમાં બાકીની ૬૬ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી મિથ્યાદૃષ્ટિ કહ્યા છે. તેમાં ૪ અનંતાનુબંધી કષાય છે. તેના પણ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી આ પદથી મિથ્યાષ્ટિ જ કહ્યા છે. હવે જો સાસ્વાદને ઉત્કૃષ્ટયોગ સંભવતો હોત તો જેમ મિથ્યાત્વે ઉત્કૃષ્ટયોગ હોવાથી અનંતાનુબંધીના સ્વામી કહ્યા, તેમ સાસ્વાદને પણ ઉત્કૃષ્ટ યોગ મળવાથી સાસ્વાદને પણ સ્વામી કહેવા જોઇએ. તથા વળી મિથ્યાત્વગુણઠાણે મોહનીયકર્મની ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. અને સાસ્વાદને તો મિથ્યાત્વ મોહનીય ન બંધાતી હોવાથી ૨૧ પ્રકૃતિઓ જ બંધાય છે. તેથી એક ભાગ ઓછો પડવાથી બંધાતી ર૧માં દલિક વધારે આવે. તેથી સાસ્વાદને જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી સંભવે. પરંતુ એમ કહ્યું નથી. માટે સમજાય છે કે સાસ્વાદને ઉત્કૃષ્ટ યોગ નહીં હોય.
તથા ૯૪મી ગાથામાં “કુહા કિ સવ્વસ્થ'' આ પદમાં અનંતાનુબંધી કષાયના ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ અધ્રુવ એમ બે જ પ્રકારે કહ્યા છે. હવે જો સાસ્વાદને ઉત્કૃષ્ટ યોગ સંભવતો હોત તો મિથ્યાત્વનો ભાગ ન પડવાથી અનંતાનુબંધીનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાસ્વાદને જ થાત. અને સાસ્વાદનથી પડીને પહેલા ગુણઠાણે આવનારને અનુત્કૃષ્ટબંધની સાદિ થાત. જે સાસ્વાદને પામ્યા નથી અને ઉત્કૃષ્ટપ્રદેશબંધ કર્યો નથી. તેવા અનાદિમિથ્યાત્વી જીવને અનુત્કૃષ્ટપ્રદેશબંધ અનાદિ થાત. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ થાત. એમ અનંતાનુબંધીના અનુત્કૃષ્ટબંધના ચારભાગા કહ્યા હોત. પરંતુ ચાર ભાંગા કહ્યા નથી. તેથી પણ સમજાય છે કે સાસ્વાદને ઉત્કૃષ્ટ યોગ ન હોય.
(૨) મોહનીયના ઉ.પ્ર. બંધના સ્વામી-બીજા-ત્રીજા ગુણસ્થાનક વિના ૧-૪-૫-૬-૭-૮-૯ એમ મિથ્યાત્વથી અનિવૃત્તિ સુધી સાતે ગુણસ્થાનકોમાં જ્યારે જીવ આયુષ્ય ન બાંધતો હોય અને ઉત્કૃષ્ટયોગવાળો હોય ત્યારે મોહનીયના ઉ.પ્ર.બંધનો સ્વામી જાણવો. કારણકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org