________________
ગાથા : ૯૦
પાંચમો કર્મગ્રંથ
૩૯૧
વિવેચન - પૂર્વે ૮૯મી ગાથામાં કહેલાં અત્યંત પ્રતિવન્જિ, ૩ણયોની, સંજ્ઞીપદ્રિય અને રાપર્યત ઈત્યાદિ વિશેષણોવાળો જીવ જ તે તે કર્મોનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે તેવા જીવમાં જ અલ્પભાગદાન, પ્રચૂરતરકર્મદલિકોનું ગ્રહણ અને ઉત્કૃષ્ટયોગનો સંભવ ઇત્યાદિ કારણો સંભવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગ્રંથકારશ્રી ઉત્કૃષ્ટપ્રદેશ બંધના સ્વામી સમજાવે છે.
(૧) આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટપ્રદેશબંધના સ્વામી - મૂલ આયુષ્ય કર્મ પહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનક વિના) સાતમા ગુણસ્થાનક સુધી બંધાય છે. તે ૧-૨-૪-૫-૬-૭ આ છ ગુણસ્થાનકોમાંથી બીજા સાસ્વાદન વિના બાકીના પાંચે ગુણસ્થાનકોવાળા જીવો ઉત્કૃષ્ટયોગી હોય ત્યારે ઉત્કૃષ્ટપ્રદેશબંધ કરે છે. આયુષ્યકર્મ જ્યારે બંધાય ત્યારે મૂલકર્મ નિયમા આઠ બંધાય જ છે. તેથી અલ્પતરપ્રકૃતિબંધક એવું વિશેષણ અહીં ઘટતું નથી. બીજા ગુણસ્થાનક વિના ઉત્કૃષ્ટ યોગ પાંચે ગુણસ્થાનકોમાં હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિય કરણ પર્યાપ્ત જીવો પણ પાંચે ગુણસ્થાનકોમાં છે માટે તે જીવો સ્વામી કહ્યા છે. મિશ્ર તથા અપૂર્વકરણાદિએ આયુષ્યનોં બંધ ન હોવાથી અને સાસ્વાદને ઉત્કૃષ્ટયોગ ન હોવાથી તે ગુણસ્થાનકોમાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી.
પ્રશ્ન - બીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગ કેમ નથી હોતો ? તથા ત્યાં ઉત્કૃષ્ટયોગના અભાવને સમજવા માટે યુક્તિ શું ?
ઉત્તર - બીજા ગુણસ્થાનકે જીવ અલ્પકાળ જ (વધુમાં વધુ છે આવલિકા માત્ર જ) રહેવાનો હોવાથી તેવા પ્રકારના વધુ પ્રયતવાળો હોતો નથી. જેને જ્યાં અલ્પકાળ જ રહેવાનું હોય છે. તે ત્યાં ઘણી પ્રવૃત્તિ કરતો નથી. આ વાત અનુભવસિદ્ધ પણ છે. સ્વપજ્ઞ ટીકામાં કહ્યું छ ॐ तस्माज्ज्ञायतेऽल्पकालभावित्वेन तथाविधप्रयत्नाभावादन्यतो वा શિRMાસ્વનિષ્ટોનો નાસ્તિ ! વળી યુક્તિ પણ આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org