SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૯૦ (૩) શેષ છ મૂલકર્મના ઉ.પ્ર. બંધના સ્વામી - જ્ઞાનાવરણીયાદિ શેષ છે મૂલકર્મોનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકવર્તી જીવ કરે છે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટયોગ પણ સંભવે છે અને મોહનીય તથા આયુષ્યનો અબંધ હોવાથી તેના ભાગનું દાન પણ સંભવે છે. આ પ્રમાણે મૂલકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કહીને હવે ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટપ્રદેશબંધના સ્વામી જણાવે છે. (૪) સત્તર ઉત્તરપ્રકૃતિના ઉ.પ્ર.ના સ્વામી - જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય ૫, સાતા, યશ અને ઉચ્ચગોત્ર આ સત્તર ઉત્તરપ્રકૃતિઓના ઉત્કૃષ્ટપ્રદેશબંધના સ્વામી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવાળા જીવો જાણવા. કારણ કે ત્યાં મૂલકર્મ આશ્રયી છે અને ઉત્તરકર્મ આશ્રયી સત્તર જ બંધાતી હોવાથી બાકીની ન બંધાતી તમામ પ્રકૃતિઓના ભાગનું દલિક આ સત્તરના ભાગોમાં જ યથાયોગ્ય વહેંચાઈ જાય છે તેથી આ સત્તર પ્રવૃતિઓના બંધક એવા જીવોમાં વધારેમાં વધારે અલ્પતર પ્રકૃતિબંધકતા અહીં જ સંભવતી હોવાથી આ જીવ સ્વામી કહ્યા છે. (૫) બીજા-ત્રીજા કષાયના ઉ. પ્ર. બંધના સ્વામી = અપ્રત્યાખ્યાની ચાર કષાયના ચોથે ગુણઠાણે અને પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયના પાંચમે ગુણઠાણે ઉત્કૃષ્ટપ્રદેશબંધના સ્વામી જાણવા. તેમાં પણ જ્યારે આયુષ્યકર્મ ન બંધાતું હોય ત્યારે અને ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે જ સ્વામી જાણવા. બીજા કષાયના સ્વામી ચોથે ગુણઠાણે લેવાનું કારણ એ છે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી આ પાંચ પ્રકૃતિ બંધાતી નથી. તેથી તેનો ભાગ અપ્રત્યાખ્યાનીયમાં અધિક આવે. ત્રીજે ગુણઠાણે ઉત્કૃષ્ટયોગ નથી અને પાંચમા આદિ ગુણસ્થાનકોમાં આ કષાય બંધાતો નથી. તેથી ચોથે સ્વામી કહ્યા. તે જ પ્રમાણે ત્રીજા કષાયના સ્વામી પાંચમે ગુણઠાણે કહેવાનું કારણ એ છે કે ત્યાં બીજા કષાયની ચોકડી પણ ન બંધાતી હોવાથી તેટલા ભાગ ઓછા પડે જેથી ચોથા કરતાં પાંચમે વધારે પ્રદેશો ભાગમાં આવે માટે પાંચમે સ્વામી કહ્યા. ૯Oા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy