________________
- ગાથા : ૮૮
પાંચમો કર્મગ્રંથ
3८७
તીવ્ર-મંદ એવા અનેક અધ્યવસાય સ્થાનોમાં મૃત્યુ થવા છતાં તે ગણનામાં ન લેતાં જઘન્યરસબંધના હેતુભૂત પ્રથમ અને દ્વિતીય અધ્યવસાયસ્થાન પછીના ત્રીજા જ અધ્યવસાય સ્થાન માત્રમાં જો મૃત્યુ થાય તો જ તે ત્રીજું સ્થાન મૃત્યુ વડે સ્પર્શાયું. એમ ગણના કરવી.
આ પ્રમાણે ગણના કરતાં કરતાં ક્રમ દ્વારા મૃત્યુ વડે સ્પર્શ કરાતા અધ્યવસાય સ્થાનની જ ગણના કરતાં જ્યારે અસંખ્યાતલોકાકાશ પ્રદેશ પ્રમાણ એવા સર્વે અધ્યવસાય સ્થાનો મૃત્યુ વડે સ્પર્શાઇ જાય છે. તેમાં જેટલો કાળ લાગે છે તેટલા કાળને ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે.
આ પ્રમાણે આ ૬ પુદ્ગલપરાવર્તોમાં જે ૩ બાદરપુદ્ગલ પરાવર્તે છે તેમાં ક્રમરહિત જેમ તેમ રીતે મૃત્યુ વડે સ્પર્શીને મુકવાનો વ્યવહાર છે. અને જે ૩ સૂક્ષ્મપુદ્ગલપરાવર્તે છે. તેમાં ક્રમ પૂર્વક મૃત્યુ વડે સ્પર્શીને મૂકવાનો વ્યવહાર છે. ક્ષેત્રમાં લોકાકાશના પ્રદેશોને સ્પર્શવાનું, કાળમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયોને સ્પર્શવાનું અને ભાવમાં રસબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનોને સ્પર્શવાનું છે. અને તે સર્વને મૃત્યુ વડે સ્પર્શવાનું છે.
ભાવપુદ્ગલ પરાવર્તમાં પ્રકારાન્તરે પણ ગણના જોવા મળે છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ગુરુલઘુ અને અગુરુલઘુ એમ બાવીશ ભેદો રૂપે થઈને સમસ્ત પગલાસ્તિકાયના પરમાણુઓને એક જીવ સ્પર્શીને મૂકે, એટલે કે કેટલાક પરમાણુઓને કૃષ્ણવર્ણ રૂપે, કેટલાક પરમાણુઓને શ્વેતવર્ણ રૂપે, કેટલાક પરમાણુઓને રક્તવર્ણ રૂપે એમ બાવીશે ભેદોએ થઇને સર્વ પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ કરી લે, તેમાં જેટલો કાળ લાગે તેને બાદર ભાવ પુગલ પરાવર્ત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org