________________
૩૮૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૯
તે અને તે જ સમસ્ત પુદ્ગલાસ્તિકાયના પરમાણુઓને ઉપરોક્ત બાવીશ પ્રકારોમાંથી કોઈપણ એક પ્રકાર રૂપે જ માત્ર ગ્રહણ કરીને મૂકે (તેમાં શેષ ૨૧ ભેદ રૂપે ગૃહીત યુગલો પણ અગૃહીત જ ગણાય) તેમાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. આ સૂ. ભાવ. પુ. ૫. બાવીશ જાતનું થાય છે. આ મતાન્તરનો ઉલ્લેખ સ્વોપજ્ઞ ટીકામાં તથા પંચસંગ્રહ પ્રથમ ભાગ બીજું દ્વાર ગાથા ૪૧માં તથા તેની ટીકામાં દેખાતો નથી. પરંતુ મહેસાણા પાઠશાળા અને પૂ. ધર્મસૂરિજી મ. સાહેબ તરફથી પ્રકાશિત ગુજરાતી વિવેચનમાં છે.
આ પ્રમાણે આઠ પ્રકારના પુલ પરાવર્તનું સ્વરૂપ સમજાવ્યું. ૮૮ તે પ્રદેશબંધનો અધિકાર ચાલે છે. હવે આગળ આવતી ગાથાઓમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી કહેવાના છે. તેથી જે જીવ જેવો થયો છતો જઘન્યપ્રદેશબંધ કરે છે. અને જે જીવ જેવો થયો છતો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે તે યુક્તિપૂર્વક સમજાવે છે કે જેથી સ્વામી જાણવા સુકર બને. अप्पयरपयडिबंधी, उक्कडजोगी य सन्निपज्जत्तो। कुणइ पएसुक्कोसं, जहन्नयं तस्स वच्चासे ॥ ८९॥ (अल्पतरप्रकृतिबन्धी, उत्कृष्टयोगी च संज्ञी पर्याप्तः । करोति प्रदेशोत्कृष्टं, जघन्यकं तस्य व्यत्यासे ॥ ८९ ।।)
શબ્દાર્થ - Mયરપવિંથી અલ્પતર પ્રવૃતિઓ બાંધનારો, ૩hડગોળ=ઉત્કૃષ્ટ યોગવાળો, ય= અને તેની =સંજ્ઞીપંચેન્દ્રિય, પન્નરો=પર્યાપ્ત જીવ, રૂ કરે છે, પાસુસંsઉત્કૃષ્ટ પ્રદેશબંધ, કદનયંત્રજઘન્યપ્રદેશબંધ, તeતેનાથી, વા=વિપરીતપણામાં જાણવો. ૮૯ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org