________________
૩૮૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૮
તેના જેટલા આકાશપ્રદેશો થાય. તેટલા થાય છે. અર્થાત્ અસંખ્યાતલોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
કોઈ એક જીવ ઉપરોક્ત રસબંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનોમાંથી કોઇ એક ભવમાં એક અધ્યવસાય સ્થાને વર્તતો છતો મૃત્યુ પામ્યો. બીજા ભવમાં ગમે તે બીજા અધ્યવસાય સ્થાનમાં વર્તતો મૃત્યુ પામ્યો. ત્રીજા ભવમાં પણ કોઈ એક અધ્યવસાયસ્થાનમાં વર્તતો મૃત્યુ પામ્યો. એમ જુદા જુદા ભાવોમાં આડા અવળા જુદા જુદા અધ્યવસાય સ્થાનોમાં વર્તતા છતો મૃત્યુ પામતાં પામતાં અનંતભવ બ્રમણો વડે જયારે રસબંધમાં હેતુભૂત સર્વે અધ્યવસાય સ્થાનો મૃત્યુ વડે ધૃષ્ટ થઈ જાય. કોઈપણ અધ્યવસાય સ્થાન વારાફરતીના મૃત્યુકાળમાં ન આવ્યું હોય એમ બને નહીં. ત્યારે આવી રીતે સર્વ અધ્યવસાયોને આડા અવળા કરીને મૃત્યુ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેને બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે.
સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત ઉપર સમજાવ્યા મુજબ જઘન્ય રસબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનથી પ્રારંભીને ઉત્કૃષ્ટરસબંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાન સુધી કુલ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ જે અધ્યવસાય સ્થાનો છે. તે સર્વે ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શ કરે એટલે કે કોઈ એક જીવ સર્વથી જઘન્ય અનુભાગબંધના હેતુભૂત પ્રથમ અધ્યવસાયસ્થાનમાં વર્તતો મૃત્યુ પામ્યો. ત્યારબાદ અનેકભવોમાં અનેક અધ્યવસાય સ્થાનોમાં મૃત્યુ પામવા છતાં તે ગણનામાં ન ગણતાં સંખ્યાત-અસંખ્યાત કે અનંત કાળે પણ જ્યારે જઘન્યરસબંધના હેતુભૂત પ્રથમાધ્યવસાય સ્થાન પાસેના બીજા જ અધ્યવસાયસ્થાનમાં મૃત્યુ પામે ત્યારે જ તે મૃત્યુવડે સ્પષ્ટ થયું એવી ગણના કરવાની. ત્યારબાદ એક-અનેક કે અનંત ભવોમાં અનેકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org