________________
ગાથા : ૮૮
પાંચમો કર્મગ્રંથ
૩૮૧
અને તે જ ત્રણે વસ્તુને કોઇપણ જીવ ક્રમસર મરણ વડે સ્પર્શી સ્પર્શીને પૂર્ણ કરે તો તે ક્ષેત્રાદિ ત્રણે સૂક્ષ્મ પૂ. ૫. થાય છે.
બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત અહીં ક્ષેત્ર શબ્દથી ચૌદ રજુ આત્મક લોકાકાશના આકાશપ્રદેશો સમજવા. આ આકાશપ્રદેશ અસંખ્યાતા છે. અને પંક્તિબદ્ધ છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે જીવ મૃત્યુ પામ્યા પછી પરભવમાં આકાશપ્રદેશની પંક્તિ પ્રમાણે જ જાય છે. “અનુMિ Tતિઃ' તેથી પ્રદેશોની પંક્તિઓ છે, આકાશપ્રદેશો એટલા બધા સૂક્ષ્મ છે કે ગાથા ૮૫માં કહેલું કે આવા ખીચોખીચ ભરેલા વાલાગ્રોની વચ્ચે વચ્ચે પણ અસ્પષ્ટ આકાશપ્રદેશો અસંખ્યાતા હોય છે. તથા વાલાઝના સ્કંધમાં રહેલા છિદ્રોમાં પણ અસંખ્ય અસંખ્ય અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે. તથા શાસ્ત્રોમાં આવું માપ આવે છે કે એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશોમાંથી એક એક સમયે જો એક એક આકાશપ્રદેશ બહાર કાઢવામાં આવે તો અંગુલપ્રમાણ ક્ષેત્રના આકાશપ્રદેશોને બહાર કાઢતાં અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ લાગે. હવે ખ્યાલ આવશે કે જો અંગુલપ્રમાણ ક્ષેત્રમાં આટલા બધા આકાશપ્રદેશો છે. તો સમસ્ત લોકાકાશમાં કેટલા આકાશપ્રદેશો હશે ? આવા અસંખ્ય અને પંક્તિબંધ રીતે ગોઠવાયેલા આકાશપ્રદેશોથી આ લોકાકાશ ભરેલો છે.
કોઈપણ એક જીવ અનંત ભવ ભ્રમણ કરવા વડે સમસ્ત એવા આ લોકાકાશના પંક્તિબદ્ધ રીતે રહેલા સર્વ આકાશ પ્રદેશોને જ્યાં ત્યાં મૃત્યુ પામવા વડે સ્પર્શ કરી લે, એક પણ આકાશપ્રદેશ એવો ન હોય કે જ્યાં વિવક્ષિત જીવ મૃત્યુ ન પામ્યો હોય. તેમાં જેટલો કાળ થાય તેને બાદર ક્ષેત્ર પુત્ર. પરા. કહેવાય છે. કોઇપણ એક જીવની નાનામાં નાની અવગાહના (સૂક્ષ્મનિગોદાદિ જેવો ભવ લઇએ ત્યારે) અંગુલના અસંખ્યાતમા ભાગની એટલે અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણની તો હોય
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org