________________
૩૮૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૮
જ છે. તેટલા પ્રદેશો એક મૃત્યુ દ્વારા સ્પર્શાય છે. બીજા મૃત્યુ વડે બીજા તેટલા પ્રદેશો સ્પર્શાય છે. એમ અનેક મૃત્યુ દ્વારા સર્વ પ્રદેશો (લોકાકાશના) સ્પર્શાઈ જાય. અહીં એક વાર સ્પર્ધાયેલામાં ફરીથી મૃત્યુ થાય તો તે ગણનામાં ન લેતાં સર્વપ્રદેશોને મૃત્યુ દ્વારા સ્પર્શ કરતાં જેટલો કાળ લાગે તે બા. લે. પુ. પરા. કહેવાય છે. આ પ્રમાણેનો આ કર્મગ્રંથનો મત છે. (સ્વીપજ્ઞ ટીકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે.)
પરંતુ પંચસંગ્રહકારનો અભિપ્રાય અહીં કંઈક જુદો છે. પંચસંગ્રહ ભાગ પહેલો કાર બીજું ગાથા ૩૯મીમાં એવું વિધાન છે કે ચૌદ રજુ આત્મક આ એક લોકાકાશમાં વિવક્ષિત એક જીવ જ્યાં ત્યાં મૃત્યુ પામવા દ્વારા સર્વ આકાશપ્રદેશોને સ્પર્શે. પરંતુ એક જીવની જઘન્ય અવગાહના જે અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તેથી મૃત્યકાલે જઘન્યથી પણ અસંખ્યાત આકાશપ્રદેશોનો સ્પર્શ હોય છે. તો પણ એક આકાશપ્રદેશ જ મૃત્યુ વડે સ્પષ્ટ સમજવો. શેષ પ્રદેશો મૃત્યુ દ્વારા ફરી સ્પર્શવાના બાકી રહે છે. આ વિવક્ષાથી બાદરક્ષેત્ર પુદ્ગ. પરા. માં કર્મગ્રંથના મત કરતાં વધારે કાળ થાય છે. કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે જીવની અવગાહનાવાળા બધા જ પ્રદેશો સ્પષ્ટ ગણાય છે. અને પંચસંગ્રહના અભિપ્રાય પ્રમાણે અસંખ્યાત પ્રદેશો સ્પર્શાયેલા હોવા છતાં એક જ પ્રદેશ સ્પર્શાયેલો વિવક્ષામાં લેવાનો છે. શેષ આકાશપ્રદેશોની સ્પર્શના માટે ત્યાં ત્યાં તેટલાં મૃત્યુ થવાનાં બાકી રહે છે.
સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્તિ બાદર ક્ષેત્ર પુદ્ગ. પરા. માં જ્યાં ત્યાં જીવ મૃત્યુ પામે તે સર્વે આકાશપ્રદેશો સ્પષ્ટ થયેલા ગણાય છે. પરંતુ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તમાં એમ નથી. અહીં સૂક્ષ્મ. લે. પુદ્ગ. પરા. માં સમભૂતલાથી ક્રમબદ્ધ શ્રેણી રૂપે રહેલા આકાશપ્રદેશોમાં ક્રમસર મૃત્યુ વડે સ્પર્શીને સમસ્ત લોક પૂરો કરતાં જેટલો કાળ થાય તેટલા કાળને આ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org