________________
પાંચમો કર્મગ્રંથ
બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારનું દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત સમજાવીને હવે બાદર-સૂક્ષ્મ એવાં ક્ષેત્ર, કાળ અને ભાવ પુદ્ગલ પરાવર્ત સમજાવે છે. लोगपएसोसप्पिणि समया अणुभाग बंधठाणा य । जह तह कममरणेणं, पुट्ठा खित्ताइ थूलियरा ॥ ८८ ॥
३८०
(लोकप्रदेशोत्सर्पिणीसमया अनुभागबन्धस्थानानि च । यथातथा क्रममरणेन स्पृष्टाः क्षेत्रादयस्स्थूलेतराः ॥ ८८ ॥ )
શબ્દાર્થ - તો પણ =લોકાકાશના પ્રદેશો, કર્માણિ સમયા ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો, અનુમાનવંધાળા ય અને રસબંધના અધ્યવસાય સ્થાનો, નહતદ્દ=જેમ તેમ અને, મમરોŌ=અનુક્રમે મરણવડે, પુઠ્ઠા=સ્પર્શાયાં છતાં, વિત્તાફ = ક્ષેત્રાદિ પુ. ૫., થૂન-સ્થૂલ (બાદર) અને યા =સૂક્ષ્મ થાય છે. ૫૮૮૫
ગાથા : ૮૮
ગાથાર્થ - લોકાકાશના પ્રદેશો, ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો તથા રસબંધના અધ્યવસાયસ્થાનો, આ ત્રણે પદાર્થો કોઇપણ એક જીવ દ્વારા મરણ વડે જેમ તેમ સ્પર્શાયા છતા ક્ષેત્રાદિ બાદર, અને મરણ વડે ક્રમસર સ્પર્શાયા છતા ક્ષેત્રાદિ સૂક્ષ્મ પુ.પ. થાય છે. ૫૮૮૫
વિવેચન - ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનું પ્રમાણ જાણવા માટે ચૌદ રજ્જુ આત્મક સંપૂર્ણ લોકાકાશના અસંખ્ય આકાશપ્રદેશો લેવા. એવી જ રીતે કાળ પુદ્ગલ પરાવર્તનું પ્રમાણ જાણવા માટે એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીના સમયો લેવા. ભાવ પુદ્ગલ પરાવર્તનું માપ જાણવા માટે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ એવાં રસબંધમાં નિમિત્તભૂત અધ્યવસાય સ્થાનો લેવાં.
ઉપરોક્ત ત્રણે વસ્તુને કોઇપણ જીવ મરણ વડે જેમ તેમ સ્પર્શી સ્પર્શીને પૂર્ણ કરે તો તે ક્ષેત્રાદિ ત્રણે બાદર પુદ્ગલ પરાવર્તો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org