________________
૩૪૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૧
ચારઘાતી કર્મોમાં ૨૦ સર્વઘાતી પ્રકૃતિઓ છે. અને ૨૫ દેશઘાતી પ્રકૃતિઓ છે. કુલ ૪૫ પ્રકૃતિઓ છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મના ભાગમાં જે દલિકો આવે છે. તેમાં સર્વઘાતી પ્રકૃતિઓને યોગ્ય સર્વઘાતી રસસ્પર્ધકોનો જે અનંતમો ભાગ છે તે ભાગ કેવલજ્ઞાનાવરણીય કર્મને અપાય છે. અને બાકી જે કર્મ દલિકો જ્ઞાનાવરણીયકર્મમાં રહ્યાં. તેના ચાર ભાગ પાડીને ક્રમશ: અધિક અધિક રૂપે મન:પર્યવજ્ઞાનાવરણીયાદિ ચારને અપાય છે.
દર્શનાવરણીય કર્મના ભાગમાં આવેલા કર્મદલિકોમાં જે અનંતમો ભાગ સર્વઘાતીનો છે. તેના છ ભાગ કરાય છે અને પાંચ નિદ્રા તથા કેવલદર્શનાવરણીયને અપાય છે. શેષ દલિકના ત્રણ ભાગ કરી અવધિદર્શનાવરણીય આદિને ક્રમશઃ અધિક અધિકપણે અપાય છે.
મોહનીય કર્મના ભાગમાં આવનારા કર્મલિકોમાં જે અનંતમો ભાગ સર્વઘાતીરસોપેત છે. તેના પ્રથમ બે ભાગ કરે છે. એકભાગ એકલા દર્શનમોહનીયને (એટલે કે મિથ્યાત્વ મોહનીયને) જ અપાય છે અને બીજો જે ભાગ છે તેના ૧૨ ભેદ કરીને અનંતાનુબંધી આદિ ત્રણ કષાયોની ચોકડીને અર્થાત્ સર્વઘાતી એવા ૧૨ કષાયોને અપાય છે અને સર્વઘાતી વિનાનું જે દેશઘાતી રસોર્પત કર્મદલિક છે તેના પ્રથમ બે ભાગ કરે છે. તેમાંના એક ભાગના ચાર ભાગ કરીને ચાર સંજ્વલન કષાયને આપે છે અને બીજા ભાગના પાંચ ભાગ કરીને પાંચ નોકષાયને અપાય છે. નોકષાયોમાં હાસ્ય-રતિ તથા અરતિ-શોક એમ બે યુગલોમાંથી એક જ યુગલ બંધાતું હોવાથી બાકીની બે તથા ત્રણ વેદમાંથી એક જ વેદ બંધાતો હોવાથી બાકીના બે વેદ એમ કુલ ચાર પ્રકૃતિઓ ન બંધાતી હોવાથી બાકીની પાંચ પ્રકૃતિના પાંચ ભાગ કરે છે.
અંતરાયકર્મના ભાગમાં આવેલા સર્વ દલિકના પાંચ ભાગ કરીને દાનાન્તરાય આદિ પાંચ પ્રકૃતિઓને અપાય છે.
અઘાતી એવાં ચાર કર્મોમાં વેદનીયકર્મ, ગોત્રકર્મ અને આયુષ્યકર્મ આ ત્રણ કર્મોની માત્ર એક એક પ્રકૃતિ જ બંધાતી હોવાથી તે મૂલકર્મમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org