________________
ગાથા : ૮૧
પાંચમો કર્મગ્રંથ
૩૪૫
ભાગલભ્ય દલિક આવે છે. તે બંધાતી એવી એક પ્રકૃતિને જ અપાય છે. પરંતુ તેના ભાગ પડતા નથી. તથા નામકર્મના ભાગમાં જે કર્મદલિક આવે છે તેના તે કાલે નામકર્મની જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય તેટલા ભાગ પડે છે. શરીરનામ કર્માદિ કેટલીક પિંડ પ્રકૃતિમાં મૂલભેદમાં આવેલા ભાગના ઉત્તરભેદો પડે છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩, ૨૫ ૨૬, વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૫, ૨૯ ૩૦, નરકપ્રાયોગ્ય ૨૮, દેવ પ્રાયોગ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ગતિને આશ્રયી અપ્રાયોગ્ય ૧ એમ જે બંધસ્થાનક ચાલતું હોય તેટલા ભાગ પડે છે. તેમાંથી ગતિ, જાતિ, સંઘયણ, સંસ્થાન, આનુપૂર્વી અને વિહાયોગતિ આ ૬ પિંડ પ્રકૃતિઓમાં કોઈપણ કાલે એક એક જ બંધાય છે. એટલે તે પ્રકૃતિના ભાગમાં આવેલું દલિક બંધાતી તે તે પ્રકૃતિને આપી દેવાય છે. એવી જ રીતે ૮ પ્રત્યેક, ૧૦ ત્રસદશક અને ૧૦ સ્થાવરદશકમાં પણ જે બંધાતી હોય તેને ભાગ અપાય છે. પરંતુ શરીરનામકર્મ, બંધન, સંઘાતન, ઉપાંગ અને વર્ણાદિ નામકર્મોમાં એમ આઠ પિંડ પ્રકૃતિઓમાં વધારે પ્રકૃતિઓ પણ એક સાથે બંધાય છે. તેથી વધારે ભાગ પડે છે શરીરનામકર્મમાં ત્રણ અથવા ચાર, બંધન, સંઘાતન શરીરની અંદર ગણાતાં હોવાથી શરીર પ્રમાણે, તથા અંગોપાંગ નામકર્મમાં એક અથવા બે ભાગ પડે છે. તથા વર્ણ નામકર્મમાં પાંચ, ગંધનામકર્મમાં બે, રસનામકર્મમાં પાંચ અને સ્પર્શનામ કર્મમાં આઠ ભાગ પડે છે.
આઠ કર્મોના આઠ ભાગ પાડ્યા પછી તેના પ્રતિભેદો કેટલા પાડે? અને કોને કેટલું દલિક આપે તે સમજાવ્યું. સાતકર્મ બાંધે ત્યારે સાત ભાગ પાડે છે. છ કર્મ બાંધે ત્યારે છ ભાગ પાડે છે અને ૧ કર્મ બાંધે ત્યારે ૧ ભાગ પાડે છે.
કોઇપણ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયો હોય તો તેના ભાગનું દલિક પોતાના મૂલકર્મમાં પોતાના સમાન એવી સજાતીય પ્રકૃતિને અપાય છે. જેમ દર્શનાવરણીય કર્મમાં થિણદ્વિત્રિકનો બંધ ત્રીજા ગુણસ્થાનકથી થતો નથી. તેથી તેનું દલિક નિદ્રાદ્ધિકને અપાય છે. નિદ્રાદ્ધિકનો બંધ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી થતો નથી, તેથી નિદ્રાપંચકનું દલિક કેવલદર્શનાવરણીયને અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org