________________
૩૩૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૯
जीवोऽवगाढस्तेष्वेव यत्कर्मपुद्गलद्रव्यं तद् रागादिस्नेहगुणादात्मनि लगति (જુઓ સ્વીપજ્ઞ ટીકા) જે આકાશપ્રદેશોમાં જીવ અવગાહીને રહ્યો છે.
ત્યાં જ રહેલું કાર્મણવર્ગણાનું જે પુદ્ગલદ્રવ્ય છે. તે જ પુદ્ગલદ્રવ્ય રાગાદિસ્નેહગુણથી આત્મામાં ચોટે છે. (લાગે છે).
(૮) નિયત્રિપણો = કોઇપણ એક આત્મા પોતાની જ અવગાહનામાં રહેલા પુદ્ગલદ્રવ્યને કર્મરૂપે બાંધવા માટે જે ગ્રહણ કરે છે. તે પોતાના સર્વ આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. પરંતુ કોઈ એક ભાગથી જ ગ્રહણ કરે છે. અને શેષભાગોથી ગ્રહણ નથી કરતો એમ નથી. એક આત્માના પ્રત્યેક પ્રદેશો પ્રતિસમયે બંધાતા કર્મપરમાણુઓને ગ્રહણ કરવામાં વપરાતા વીર્યવાનાં છે. પાપ અથવા પુણ્યની થતી ક્રિયા કોઈ એક ભાગથી થતી દેખાય છે. જેમ કે પગથી દબાવીને કીડીને મારી નાખી. પરંતુ તે પાપ કરવા દ્વારા જે કર્મ બંધાય છે. તે આત્માના સર્વ આત્મપ્રદેશો વડે બંધાય છે. કારણ કે તે કીડીને મારવા માટેનો આવેશ સર્વાત્મપ્રદેશોમાં વર્તે છે.
ઉપર સમજાવ્યા પ્રમાણે આત્મા પોતાના સર્વ આત્મપ્રદેશોથી કાર્મણવર્ગણા ગ્રહણ કરીને તેને કમરૂપે પરિણમાવે છે. વીર્યાન્તરાય કર્મના ક્ષયથી અથવા ક્ષયોપશમથી પ્રગટ થયેલું લબ્ધિવીર્ય કર્મબંધનું કારણ બનતું નથી. કારણ કે તેવું લબ્ધિવીર્ય આત્માનો ગુણ છે. ગુણો કર્મબંધનું કારણ બનતા નથી. પરંતુ મન-વચન અને કાયા દ્વારા પ્રવર્તતું કરણવીર્ય કર્મબંધનું કારણ બને છે. જ્યારે કરણવીર્ય વધારે હોય છે, ત્યારે કાર્મણવર્ગણાના પ્રદેશનું ગ્રહણ વધારે થાય છે. તેને ઉત્કૃષ્ટપ્રદેશબંધ કહેવાય છે. આ બંધ પ્રાયઃ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં હોય છે. અને
જ્યારે કરણવીર્ય અલ્પ હોય છે. ત્યારે કાર્મણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ પણ અલ્પ થાય છે. તેને જઘન્ય પ્રદેશબંધ કહેવાય છે. આ બંધ પ્રાયઃ સૂક્ષ્મ નિગોદાવસ્થામાં ઉત્પત્તિના પ્રથમ સમયે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org