________________
પાંચમો કર્મગ્રંથ
પ્રશ્ન એક સમયમાં ગ્રહણ કરાયેલી કાર્યણવર્ગણાના અનંતપ્રદેશોમાંથી એક જીવ તે સમયે બંધાતી મૂલ પ્રકૃતિઓ અને યથાયોગ્ય ઉત્તરપ્રકૃતિઓમાં કયા કર્મને વધારે પ્રદેશો આપે અને કયા કર્મોને હીન પ્રદેશો આપે ?
ગાથા : ૮૦
ઉત્તર જ્યારે જીવ આયુષ્ય કર્મ બાંધતો હોય છે. ત્યારે ગ્રહણ કરેલી તે કાર્મણવર્ગણાના આઠ ભાગ કરે છે. કારણ કે આયુષ્યના બંધકાલે મૂલકર્મો આઠે બંધાય છે. આયુષ્ય ન બંધાય ત્યારે સાતભાગ કરે છે. તથા આયુષ્ય અને મોહનીય ન બંધાય ત્યારે દસમા ગુણસ્થાનકે છ ભાગ કરે છે. અને ૧૧-૧૨-૧૩મા ગુણસ્થાનકે એક જ મૂલકર્મ બંધાય છે. માટે સર્વ પ્રદેશો તે વેદનીયકર્મને આપવા રૂપે એક ભાગ જ કરે છે. હવે આયુષ્યકર્મ બાંધતો હોય ત્યારે મૂલકર્મો આઠે બંધાતાં હોવાથી આઠ ભાગ પાડે છે. તેમાં કયા કર્મને વધારે હિસ્સો આપે અને કયા કર્મને ઓછો હિસ્સો આપે તે, તથા કયા કારણે આ પ્રમાણે હીનાધિક આપે તે વાત ગ્રંથકારશ્રી આ જ ગાથાના ઉત્તરાર્ધમાં સમજાવે છે.
૩૩૭
थोवो आउ तदंसो તે ગ્રહણ કરાયેલી કાર્મણવર્ગણાનો અલ્પ ભાગ આયુષ્યકર્મને આપે છે. અને નામે નોર્ સમો અહિઓ તેના કરતાં નામકર્મ અને ગોત્રકર્મમાં અધિક ભાગ આપે છે અને આ બન્ને કર્મોમાં પરસ્પર સમાન ભાગ આપે છે. ભાગ વહેંચણી માટે સામાન્યપણે એવો શાસ્ત્રીય નિયમ છે કે જે કર્મોની સ્થિતિ અલ્પ છે તેને અલ્પ ભાગદાન કરે છે અને જે કર્મોની સ્થિતિ અધિક છે તેને અધિક ભાગદાન કરે છે.” આ વાત હવે કહેવાતી ૮૦મી ગાથાના ચોથા પદમાં કહેલી છે. આ નિયમને અનુસારે આઠે કર્મોમાં આયુષ્યકર્મની સ્થિતિ સર્વથી અલ્પ (૩૩ સાગરોપમ માત્ર) હોવાથી આયુષ્યકર્મને સૌથી અલ્પ ભાગદાન કરે છે. અને નામ-ગોત્રની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ હોવાથી આયુષ્યકર્મથી અધિક સ્થિતિ છે. માટે નામ-ગોત્રને અધિક ભાગદાન કરે છે. તથા આ બન્ને કર્મોની સ્થિતિ સમાન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org