________________
૩૨૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૬
ભરેલી છે. પરમાણુવર્ગણા પણ સમસ્ત લોકવ્યાપી છે. એવી જ રીતે ઢિપ્રદેશી, ત્રિપ્રદેશી, ચતુષ્પદેશી આદિ પ્રત્યેક વર્ગણાઓ પણ ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. તેથી ઔદારિકાદિ આઠે ગ્રાહ્ય અને અગ્રાહ્યમાંની સર્વે વર્ગણાઓ લોકાકાશવ્યાપી છે. કર્મ સ્વરૂપે બાંધવાલાયક એવી કામણવર્ગણા પણ લોકાકાશવ્યાપી છે. પરંતુ આ સર્વે વર્ગણાના એક એક કંધો અંગુલના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે. તેથી સ્કંધને જ વર્ગણા કહીએ ત્યારે વર્ગણાની અવગાહના અંગુ.ના અસં. ભાગે ઘટે છે.
આ આઠ વર્ગણાઓમાં ઔદારિક વૈક્રિય આહારક અને તૈજસ આ ચાર વર્ગણાઓ બાદર પરિણામી છે. બાદરપરિણામી હોવાથી દષ્ટિગોચર થવાને યોગ્ય છે. તથા ભાષા શ્વાસ મન અને કાર્પણ આ ચાર વર્ગણાઓ સૂક્ષ્મ પરિણામી છે. અને તેથી જ દૃષ્ટિગોચરને અયોગ્ય છે.
ઔદારિક આદિ આઠ વર્ગણાઓ ક્રમશ: પુદ્ગલપ્રદેશો વડે અધિક અધિક છે. અને અવગાહના વડે હીન હીન છે. ઔદારિક વર્ગણાના સ્કંધોમાં જેટલા પ્રદેશો છે તેના કરતાં વૈક્રિય વર્ગણાના સ્કંધોમાં અને તેના કરતાં આહારક વર્ગણાના સ્કંધોમાં અધિક અધિક પ્રદેશો છે. પરંતુ
અધિક અધિક પ્રદેશોના બનેલા તે કંધોની અવગાહના (તે સ્કંધને રહેવાનું આધારક્ષેત્ર) ક્રમશઃ હીન હીન હોય છે. પુગલાસ્તિકાયનો એવો સ્વભાવ છે કે પિંડમાં જેમ જેમ પુદ્ગલપ્રદેશો અધિક અધિક હોય તેમ તેમ તેની ઘનીભૂતતા થતી જતી હોવાથી અવગાહના હીન હીન ક્ષેત્રપ્રમાણ હોય છે. જેમ ઉભરો આવેલું દૂધ આખી તપેલી ભરી દે છે. તેમાં જગ્યા નથી. છતાં પાણી નાખવાથી પુદ્ગલો વધ્યા છતાં ઉભરો શમી જવાથી અડધી તપેલી પ્રમાણ અવગાહના થવાથી અવગાહનાનું ક્ષેત્ર ઘટે છે. તેમ અહીં જાણવું. અથવા દેવદારનું લાકડું, સાગનું લાકડું, સીસમનું લાકડું તથા લોખંડ ઈત્યાદિ પદાર્થો ક્રમશઃ અધિક અધિક ઘનીભૂત છે. તેમ અહીં જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org