________________
ગાથા : ૭૬
પાંચમો કર્મગ્રંથ
૩૨૭
જલ્દી થાય અને અનેકવાર થાય તેમાં કાળ અલ્પ થાય. અને જેની પ્રાપ્તિ વિલંબે વિલંબ થાય અને ઓછીવાર હોય તેમાં કાળ વધારે થાય. તથા સર્વસ્કંધોને આહારક રૂપે તો ગ્રહણ કરી શકાતા જ નથી. કારણ કે આહારકશરીરની પ્રાપ્તિ જ એક જીવને ભવચક્રમાં ઉત્કૃષ્ટથી ચાર વાર જ થાય છે. માટે આહારક રૂપે સર્વ સ્કંધોનું ગ્રહણ અસંભવિત છે. તેથી ઔદારિકશરીર રૂપે, વૈક્રિયશરીર રૂપે, તૈજસશરીર રૂપે, ભાષારૂપે, શ્વાસરૂપે, મન સ્વરૂપે અને કર્મ સ્વરૂપે એમ સાત પ્રકારના કાર્ય સ્વરૂપે પુદ્ગલાસ્તિકાયની આ આઠે ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાના સર્વ સ્કંધોને સંસારી જીવોએ ભૂતકાળમાં અનંતીવાર ગ્રહણ કર્યા છે.
આ પ્રમાણે સર્વે ગ્રાહ્યવર્ગણાઓ પણ પોતાના આંકમાં હોય ત્યારે જ ગ્રાહ્યરૂપે રહે છે અને અગ્રાહ્યવર્ગણાઓ પણ તે પોતાના નિયત આંકમાં હોય ત્યારે જ અગ્રાહ્યરૂપે રહે છે. પરંતુ તે વર્ગણાઓમાંના સ્કંધો પૂરણ-ગલનના કારણે અન્ય અન્ય વર્ગણાઓને યોગ્ય બની જવાથી ગ્રાહ્ય સ્કંધો અગ્રાહ્યપણે પણ બને છે અને અગ્રાહ્યકંધો ગ્રાહ્યપણે પણ બને છે. તેથી જ સોળ વર્ગણાના કંધો આ જીવ વડે આહારકશરીર વિના શેષ સાતરૂપે અનંતીવાર ગ્રહણ થઈ ચુકેલા છે.
પ્રશ્ન - આ જીવ વડે ભૂતકાળમાં કોઇપણ પુદ્ગલસ્કંધો ગ્રહણ ન જ કરાયા હોય તેવા સ્કંધો શુ આ સંસારમાં હોય ?
ઉત્તર-ના, એવા કોઈ સ્કંધો આ સંસારમાં નથી કે જે ભૂતકાળમાં જીવ વડે ગ્રહણ ન કરાયા હોય, એટલું જ નહીં પરંતુ એક એક સ્કંધ આહારક વિના જુદા જુદા શેષ સાત કાર્ય રૂપે અનંતી વાર ગ્રહણ કરાયા છે. આ વાત આગળ ઉપર ૮૭/૮૮ ગાથામાં આવતા પુગલપરાવર્તનના સ્વરૂપથી વધારે સ્પષ્ટ સમજાશે.
છુટા છુટા એક એક પરમાણુ સ્વરૂપ પરમાણુવર્ગણા આ લોકમાં અનંતી છે. દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, ચતુuદેશી આદિ સ્કંધસ્વરૂપ દરેક વર્ગણાઓ અનંતી અનંતી છે. તથા દરેક વર્ગણાઓ સમસ્ત લોકાકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org