SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ પૂજ્યપાદ અનેકગુણગણાલંકૃત આચાર્યદેવ શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત “શતક' નામા પંચમ કર્મગ્રંથ) “કર્મસાહિત્ય” ઉપર પરમ પૂજય દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે ઘણું સુંદર ચિંતનપૂર્વકનું લખાણ કર્યું છે. કર્મવિપાકાદિ પ્રથમના ચાર કર્મગ્રંથો જોતાં આ વાત નિશ્ચિત થાય છે કે કર્મસંબંધી આગમગમ્ય ભાવો પણ અહીં સંક્ષેપ કરીને બાલભોગ્ય ભાષામાં કંડારવામાં આવ્યા છે. કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ મહાગ્રંથરૂપી સાગરમાં પ્રવેશવા માટે આ કર્મગ્રંથો અવશ્ય નૌકાનું કામ કરે છે. પ્રથમના ચાર કર્મગ્રંથોનું સરળ ગુજરાતી વિવેચન સમાપ્ત કરીને હવે આપણે “શતક” નામવાળા આ પાંચમા કર્મગ્રંથનું વિવેચન લખીને પ્રકાશિત કરીએ છીએ. પૂરેપૂરી સો(૧૦૦) ગાથા હોવાથી આ કર્મગ્રંથનું નામ “શતક' રાખવામાં આવેલ છે. આ કર્મગ્રંથના કર્તા પણ આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. છે. નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્તિ થાય એટલા માટે મંગળાચરણ સ્વરૂપે ઇષ્ટદેવતાની સ્તુતિ તથા વિદ્વાન પુરુષો આ ગ્રંથ યથાર્થ રીતે ભણે એટલા માટે વિષયાદિ કહે છે. મંગલાચરણ અને વિષયાદિ આ પ્રમાણે છે : नमिय जिणं धुवबंधोदयसत्ताघाइपुन्नपरियत्ता । सेयर चउहविवागा, वुच्छं बंधविह सामी य ॥१॥ (नत्वा जिनं ध्रुवबन्धोदयसत्ताघातिपुण्यपरिवृत्ताः । सेतराः चतुर्धा विपाकाः, वक्ष्ये बंधविधान् स्वामिनश्च) ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy