________________
પાંચમો કર્મગ્રંથ
=
નમિય= નમસ્કાર કરીને, બિળ-જિનેશ્વર પરમાત્માને, વબંધધ્રુવબંધ, ચ=ધ્રુવોદય, સત્તા-ધ્રુવસત્તા, બા-ઘાતી, પુત્ર-પુણ્ય, પરિયત્તા-પરાવર્તમાન, મેયર=પ્રતિપક્ષી સહિત, ચન=ચારપ્રકારના વિવા=વિપાક, વુચ્છે=કહીશ, અંધવિદ્-ચારપ્રકારનો બંધ, સામી-ચાર પ્રકારના બંધના સ્વામી, ય=ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી.
ગાથાર્થ- જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને વબંધ, ધ્રુવોદય, ધ્રુવસત્તા, ઘાતી, પુણ્ય, પરાવર્તમાન તથા તેના પ્રતિપક્ષી (૬) ભેદો, તથા ચાર પ્રકારના વિપાક, ચાર પ્રકારના બંધના ભેદો, ચાર પ્રકારના બંધના સ્વામી, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એમ ૨૬ દ્વારો આ ગ્રંથમાં અમે કહીશું. ||૧||
વિવેચન– કોઇપણ ગ્રંથ શરૂ કરતાં પ્રારંભમાં ગ્રંથકર્તાઓ (૧) મંગળાચરણ (૨) વિષય, (૩) સંબંધ અને (૪) પ્રયોજન આ ચાર અનુબંધ ચતુષ્ટય અવશ્ય જણાવે છે. તેથી આ ગ્રંથમાં પણ આ ચાર ભાવો સમજાવાય છે.
ગાથા : ૧
(૧) સમિય નિળ-નિનું નત્વા-રાગ, દ્વેષ, મોહ આદિ દુર્વાર એવા વૈરિઓના સમૂહને જિતનારા એવા અને પરમ અરિહંતપણાની લક્ષ્મીથી અલંકૃત એવા વીતરાગ તીર્થંકર પરમાત્માને પ્રણામ કરીને આ ગ્રંથમાં હું ૨૬ દ્વારો કહીશ. જિનેશ્વર પરમાત્માને કરાતો આ નમસ્કાર એ મંગળાચરણ છે. મંગળાચરણ કરવાનાં ૪ કારણો હોય છે (૧) વિઘ્નોનો વિનાશ થાય, (૨) ગ્રંથની સમાપ્તિ થાય, (૩) શિષ્ટપુરુષોના આચારનું પાલન થાય, અને (૪) શિષ્યોને પણ મંગળાચરણ કરવાની પ્રેરણા મળે. એમ ચાર કારણોથી મંગળાચરણ કરાય છે.
(૨) વિષય આ ગ્રંથમાં શું કહેવાનું છે? તે વિષય, તેને અભિધેય પણ કહેવાય છે. આ ગ્રંથમાં ધ્રુવબંધ આદિ કુલ-૨૬ દ્વારો કહેવાશે. જે મૂળગાથામાં કહેલાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org