________________
પાંચમો કર્મગ્રંથ
નરકદ્ધિક અને નરકાયુષ્ય એમ કુલ ૯ પ્રકૃતિઓ અશુભ (પાપ) પ્રકૃતિ છે. તેથી તેઓનો જઘન્યરસબંધ વિશુદ્ધિથી થાય છે. જો ઘણી વધારે વિશુદ્ધિ લઇએ તો આ નો બંધ વર્જીને દેવ-મનુષ્ય પ્રાયોગ્ય બંધ આ તિર્યંચ-મનુષ્યો કરવા માંડે. અને વિશુદ્ધિ વિના જન્યરસબંધ થાય નહીં તેથી તત્પ્રાયોગ્યવિશુદ્ધિવાળા એવા તિર્યંચ-મનુષ્યો સ્વામી સમજવા.
૨૯૨
તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય આ ત્રણ પુણ્યપ્રકૃતિ
છે. તેનો જઘન્યરસબંધ સંક્લિષ્ટતાથી બંધાય છે. અતિશય સંક્લિષ્ટતા આવે તો આયુષ્યનો બંધ જ થતો નથી. ઘોલમાન પરિણામે આયુષ્ય બંધાતું હોવાથી અતિશય સંક્લિષ્ટતાએ અને અતિશય વિશુદ્ધિએ આયુષ્યનો બંધ જ થતો નથી. તેથી તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ એવા તિર્યંચ-મનુષ્યો આ ત્રણ આયુષ્યકર્મના જઘન્યરસબંધના સ્વામી જાણવા.
ગાથા : ૭૧
વૈક્રિયદ્ઘિક અને દેવદ્વિક આ ચાર પુણ્યપ્રકૃતિઓ છે. તેથી તેનો જાન્ય૨સ અતિશય સંક્લિષ્ટતાએ બંધાય છે. અને જ્યારે અતિશય સંક્લિષ્ટતા આવે ત્યારે તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય બંધને ઓળંગીને નરકપ્રાયોગ્ય બંધ કરે છે ત્યાં વૈક્રિયદ્ધિક બંધાય છે. પરંતુ દેવદ્વિક બંધાતું નથી. તેથી વૈક્રિયદ્વિકના જઘન્યરસબંધના સ્વામી સર્વથા સંક્લિષ્ટ અને દેવદ્વિકના જધન્યરસબંધના સ્વામી તત્વાયોગ્ય સંક્લિષ્ટ એવા તિર્યંચ-મનુષ્યો જાણવા.
ઉદ્યોતનામકર્મ તથા ઔદારિકઢિકનામકર્મ એમ કુલ ૩ પ્રકૃતિઓના જઘન્યરસબંધના સ્વામી દેવો અને નારકો જાણવા. આ ત્રણે પુણ્યપ્રકૃતિઓ છે. તેથી જઘન્ય રસબંધ અત્યન્ત સંક્લિષ્ટતાથી થાય છે. તિર્યંચ અને મનુષ્યો જો આવા પ્રકારના અતિશય સંક્લિષ્ટતાવાળા થાય તો નરકપ્રાયોગ્ય બંધ કરતા હોવાથી અને નરકપ્રાયોગ્યબંધકાળે આ ત્રણ પ્રકૃતિઓ ન બંધાતી હોવાથી તિર્યંચ-મનુષ્યોને સ્વામી કહ્યા નથી. દેવ અને નારકીના જીવોને ગમે તેટલી સંક્લિષ્ટતા આવે તો પણ તેઓને છેલ્લો તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ થતો હોવાથી અને તિર્યંચ પ્રાયોગ્ય બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org