________________
પાંચમો કર્મગ્રંથ
ગાથાર્થ-પાંચ અંતરાય અને નવ આવરણને સૂક્ષ્મસંપરાયવાળા, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, ચાર આયુષ્ય અને વૈક્રિયષટ્કને મનુષ્ય-તિર્યંચો . તથા ઉદ્યોત અને ઔદારિકઢિકને દેવ અને નારકી જીવો જઘન્ય રસે બાંધે છે. ૭૧૫
ગાથા : ૭૧
વિવેચન - દાનાન્તરાયાદિ પાંચ અંતરાય તથા પાંચ જ્ઞાનાવરણીય અને ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર દર્શનાવરણીય એમ નવ આવરણ મળીને કુલ ૧૪ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકવાળા જીવો જાણવા. તેમાં પણ ક્ષપકશ્રેણીવાળા અને સ્વબંધવ્યવચ્છેદના ચરમસમયવર્તી જીવો લેવા, કારણ કે આ ચૌદે પ્રકૃતિઓ પાપપ્રકૃતિ છે. તેનો જઘન્યરસ બંધ વિશુદ્ધિથી થાય છે. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધ છે. તે બંધકજીવોમાં અતિશયવિશુદ્ધ સૂક્ષ્મસંપરાયવાળા જ છે અને તેમાં પણ ક્ષપકશ્રેણીવાળા અને દસમાના ચરમસમયે વર્તતા જીવો અત્યન્તવિશુદ્ધ છે. તેથી તે જીવો સ્વામી કહ્યા છે.
૨૯૧
સૂક્ષ્મત્રિક, વિક્લેન્દ્રિયત્રિક, ચાર આયુષ્ય અને વૈક્રિયષટ્ક એમ કુલ ૧૬ પ્રકૃતિઓના જઘન્યરસબંધના સ્વામી તિર્યંચ અને મનુષ્યો જાણવા આ ૧૬ પ્રકૃતિઓમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય એમ બે આયુષ્યને વર્જીને શેષ ૧૪ પ્રકૃતિઓ તો દેવ-નારકીના જીવો ભવસ્વભાવે બાંધતા જ નથી. તેથી દેવ-નારકીને સ્વામી ન કહેતાં તિર્યંચ-મનુષ્યો જ સ્વામી કહ્યા છે. તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય આ બે પ્રકૃતિઓ જો કે દેવ-નારકીના જીવો બાંધે છે. તો પણ જઘન્યરસ બાંધતા નથી. કારણ કે જઘન્યરસબંધ જઘન્યસ્થિતિબંધ થાય ત્યારે જ થાય છે. અને ક્ષુલ્લક ભવ જેવી જધન્ય સ્થિતિ દેવ-નારકીના જીવો બાંધતા નથી. કારણ કે તેવા આયુષ્યવાળા જીવોમાં દેવ-નારકીનો ઉત્પાત થતો નથી. તેથી દેવ
નારકીના જીવો સ્વામી કહ્યા નથી.
જઘન્ય રસબંધના સ્વામી જો કે તિર્યંચ-મનુષ્યો મૂળગાથામાં કહ્યા છે. તો પણ તેમાં એટલી વિશેષતા જાણવી કે સૂક્ષ્મત્રિક અને વિક્લેન્દ્રિયત્રિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org