________________
૨૯૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૧
ઉપશમશ્રેણી કરતાં ક્ષપકશ્રેણીના જીવો વધારે વિશુદ્ધ હોય છે. તથા અપૂર્વકરણે પ્રતિસમયે અનંતગુણવિશુદ્ધિ વધતી હોવાથી સ્વબંધવ્યવચ્છેદના ચરમસમયવર્તી જીવો સ્વામી તરીકે કહ્યા છે. તેથી નિદ્રા પ્રચલાના સ્વામી પહેલા ભાગના ચરમ સમયે, અશુભવર્ણાદિ ચતુષ્ક અને ઉપઘાતના સ્વામી છઠ્ઠાભાગના ચરમસમયે, અને હાસ્યાદિ ચતુષ્કના સ્વામી સાતમા ભાગના ચરમ સમયે જાણવા.
પુરુષવેદ અને સંજવલન ચતુષ્કના અનિવૃત્તિગુણસ્થાનકવર્તી જીવો સ્વામી જાણવાં. આ પાંચ પ્રકૃતિઓ પણ પાપપ્રકૃતિ છે. વિશુદ્ધિથી જઘન્ય રસ બંધાય છે. ૧ થી ૯ ગુણસ્થાનક સુધી જ બંધ છે. તેમાં વધારે વિશુદ્ધ અનિવૃત્તિવાળા જ છે. તેથી તે જીવો સ્વામી કહ્યા છે. તેમાં પણ ક્ષપકશ્રેણીગત અને સ્વબંધવ્યવચ્છેદ ચરમસમયવર્તી જીવો સ્વામી સમજવા. પુરુષવેદના સ્વામી પ્રથમ ભાગના ચરમસમયે, સંજવલન ક્રોધના બીજા ભાગના ચરમ સમયે, સં. માનના ત્રીજાભાગના ચરમસમયે, એ પ્રમાણે માયા અને લોભના અનુક્રમે ચોથા અને પાંચમા ભાગના ચરમ સમયે અતિશુદ્ધ હોવાથી તે તે જીવો સ્વામી જાણવા. ૧૭વા
विग्घावरणे सुहुमो, मणुतिरिया सुहमविगलतिगआऊ । वेउव्विछक्कममरा निरया उज्जोयउरलदुगं ॥ ७१॥ (विघ्नावरणानि सूक्ष्मो, मनुष्यतिर्यञ्चस्सूक्ष्मविकलत्रिकायूंषि। वैक्रियषट्कममरा निरया उद्योतौदारिकद्विकम् ॥ ७१॥)
વિધાવાઈ=પાંચ અંતરાય અને નવ આવરણનો, સુહુનો સ્વામી સૂક્ષ્મ સંપરાયવાળો, મતિરિયા=મનુષ્ય અને તિર્યંચો, સુહુવિકત્નિતિસા=સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક અને ચાર આયુષ્યના સ્વામી, વે બ્રિજીવ= વૈક્રિયષકના સ્વામી, મમરા નિરયા દેવો અને નારકી, ૩Mોય-રત્ન ઉદ્યોત અને ઔદારિકહિકના સ્વામી. || ૭૧ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org