________________
ગાથા : ૬૧-૬૨ પાંચમો કર્મગ્રંથ
૨૫૩ શોક એમ બે યુગલ, તથા અસતાવેદનીય એમ ૪૧ પ્રકૃતિઓનો સતતબંધ ૧ સમયથી અંતર્મુહૂર્ત સુધી હોય છે. એટલે કે જઘન્યથી ૧ સમયનો સતતબંધ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી સતતબંધ હોય છે.
આ એકતાલીસે પ્રકૃતિઓ અધુવબંધી હોવાના કારણે જ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ સતત બંધાય છે. ત્યારબાદ અવશ્ય પ્રતિપક્ષી પ્રકૃતિઓ બંધાય છે. અથવા ઉપરના ગુણસ્થાનકે જવાથી બંધવિચ્છેદ થાય છે. પરંતુ અંતર્મુહૂર્તથી વધુ કાલ આ ૪૧ પ્રકૃતિઓ અધુવબંધી હોવાના કારણે બંધાતી નથી.
પ્રશ્ન - અધુવબંધી તો ૭૩ છે. જો અધુવબંધીપણાના કારણે ઉત્કૃષ્ટથી સતતબંધ અંતર્મુહૂર્ત થતો હોય તો ૪૧નો જ કેમ ? તોતેરે તોતેરનો ઉત્કૃષ્ટ સતતબંધ અંતર્મુહૂર્ત કેમ કહેતા નથી ?
ઉત્તર- આ ૪૧ વિનાની બાકીની ૩૨ પ્રકૃતિઓ અધુવબંધી હોવા છતાં પણ તેની પ્રતિપક્ષી પ્રકૃતિઓનો બંધ ભવપ્રત્યયિક અથવા ગુણપ્રત્યયિક વ્યવચ્છેદ પામ્યો હોવાથી અન્તર્મુહૂર્તથી વધારે કાળ પણ આ ૩૨ પ્રકૃતિઓનો સતત બંધ મળી શકે છે. જે ગાથા ૫૮-૫૯૬૦માં કહ્યો અને આ જ ગાથામાં મનુષ્યદ્વિકાદિનો કહેવાશે. તેથી ૩૨નો સતતબંધ વધારે કાલ સંભવતો હોવાથી ૪૧નો જ સતતબંધ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે.
મનુષ્યદ્ધિક, જિનનામકર્મ, વજૂઋષભનારાચસંઘયણ અને દારિકાંગોપાંગ એમ કુલ પાંચ પ્રકૃતિઓનો સતતબંધ ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ જાણવો. કારણ કે અનુત્તરવિમાનવાસી દેવમાં જનાર આત્માને ૩૩ સાગરોપમ સુધી સતત મનુષ્યભવ પ્રાયોગ્ય જ બંધ થાય છે. તેથી આ પાંચ પ્રકૃતિઓ અધુવબંધી હોવા છતાં પણ ત્યાં પ્રતિપક્ષી પ્રકૃતિઓનો બંધ ન હોવાથી ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ સુધી સતતબંધ હોઈ શકે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સતતબંધ સમાપ્ત થયો. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org