________________
૨૫૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૧-૬૨
જઘન્ય સતત બંધ ૭૩ અધુવબંધીમાંથી જિનનામ અને ચાર આયુષ્યકર્મનો જઘન્ય સતતબંધ પણ અંતર્મુહૂર્ત જાણવો. બાકીની ૬૮ પ્રકૃતિઓનો જઘન્ય સતતબંધ ૧ સમય જાણવો.
આયુષ્યકર્મ તો અંતર્મુહૂર્ત બંધાય જ છે અને ભવમાં એક જ વાર બંધાય છે. તિર્યંચ-મનુષ્યમાં ભવના ત્રીજા ભાગ આદિ ભાગોમાં બંધાય છે. અને દેવ-નારકીમાં આયુના છ મહિના શેષ હોતે છતે બંધાય છે. ઈત્યાદિ શાસ્ત્ર પ્રસિદ્ધ હકીકત છે.
. જિનનામકર્મનો જઘન્યથી સતતબંધ અંતર્મુહૂર્ત આ રીતે સંભવી શકે છે. જે મનુષ્ય જિનનામકર્મ બાંધી ઉપશમશ્રેણી પ્રારંભે તે મનુષ્યને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગથી આગળ જિનનામકર્મના બંધનો વિચ્છેદ થાય છે. શ્રેણી ઉપરથી ઉતરતાં આઠમાના છઠ્ઠાભાગથી પુનઃ જિનનામનો બંધ શરૂ થાય છે. તે જીવ સાતમ-છદ્દે ગુણઠાણે આવીને ફરીથી (કર્મગ્રંથના મતે) બીજીવાર ઉપશમ શ્રેણી માંડી શકે છે. સાતમે, છટ્ટ ગુણઠાણે અંતર્મુહૂર્ત રહીને તુરત જ બીજીવાર ઉપશમ શ્રેણી માંડનારને આઠમાના છઠ્ઠા ભાગે જિનનામના બંધનો વિચ્છેદ થાય છે આ રીતે બે વાર ઉપશમશ્રેણીની વચ્ચે અંતર્મુહૂર્ત જઘન્ય સતતબંધ જિનનામકર્મનો થઈ શકે છે. તે વિના જિનનામનો બંધ શરૂ થયા પછી સમ્યક્ત હોય ત્યાં સુધી સતત ચાલુ જ રહે છે. (ફક્ત નરકભવ તરફ અભિમુખ ક્ષયોપશમસમ્યકત્વથી પડેલા જીવને અંતર્મુહૂર્તકાળ જિનનામનો મિથ્યાત્વે અબંધ હોય છે. તે વિના બંધ શરૂ થયા પછી સમ્યકત્વવાળા સર્વકાળે જિનનામનો બંધ ચાલુ જ રહે છે.)
૭૩ અધુવબંધીમાંથી ઉપરોક્ત પાંચ પ્રકૃતિ વિના બાકીની ૬૮ પ્રકૃતિઓનો જઘન્ય સતતબંધ માત્ર ૧ સમય જ હોય છે. અધુવબંધી હોવાથી ૧ સમય બંધાયા પછી પ્રતિપક્ષીના બંધનો સંભવ હોવાથી જઘન્યથી ૧ સમય સતતબંધ ઘટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org