________________
પાંચમો કર્મગ્રંથ
સંક્લેશતા ઉત્તરોત્તર વધારે હોવાથી જઘન્યસ્થિતિબંધ અને ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં ક્રમશઃ બન્ને બાજુ વધારો થવાથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટો મોટો લેવાથી સંખ્યાતગુણાકારવાળું અલ્પબહુત્વ સંભવી શકે છે અને બેઈન્દ્રિય અપર્યાપ્તામાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ હોવાથી અસંખ્યાતમા ભાગ કરતાં તે અતિશય ઘણો મોટો હોવાથી અસંખ્યાતગુણા સ્થિતિસ્થાનો થાય છે. ત્યારબાદ પ્રાયઃ સર્વત્ર પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જ મોટો મોટો લેવાનો હોવાથી સ્થિતિસ્થાનોમાં સંખ્યાતપણું સારી રીતે ઘટે છે. અન્તિમભેદ જે સંશી પર્યાપ્તો છે. તેમાં અન્તર્મુહૂર્તની જઘન્યસ્થિતિથી માંડીને ૨૦/૩૦/૪૦ અને ૭૦ કોડાકોડી સુધીની ઉત્કૃષ્ટસ્થિતિ બંધાતી હોવાથી તે સ્થિતિ સુધીના ગાળાના જેટલા સમયો થાય તેટલાં સ્થિતિસ્થાનો છે. જે સૌથી વધારે સંખ્યાતગુણાં છે. | ૫૩-૫૪ ॥
ગાથા : ૫૫
ગાથા ૫૩-૫૪માં યોગના વર્ણનનો અને સ્થિતિસ્થાનના વર્ણનનો પ્રસંગ ચાલે છે. તેથી યોગની વૃદ્ધિનું વર્ણન અને સ્થિતિસ્થાનના બંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનોનું વર્ણન ગ્રંથકાર મહર્ષિ જણાવે છે.
पइखणमसंखगुणविरिय अपजपइठिइमसंखलोगसमा । अज्झवसाया अहिया, सत्तसु आउसु असंखगुणा ।। ५५ ।। (प्रतिक्षणमसङ्ख्यगुणवीर्या अपर्याप्ता प्रतिस्थित्यसंख्यलोकसमाः । अध्यवसाया अधिकाः सप्तस्वायुः ष्वसङ्ख्यातगुणाः ।। ५५ ।।)
પળમ્=પ્રત્યેક ક્ષણે, અસંમુળવિરિય=અસંખ્યાતગણા વીર્યવાળા, અપન = અપર્યાપ્તા જીવો હોય છે, પડિં દરેક સ્થિતિસ્થાનોમાં, असंखलोगसमा અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ, અનુવસાયા અધ્યવસાય સ્થાનો, દિયા= અધિક અધિક હોય છે, સત્તસુ =સાત કર્મોમાં, આડસુ = આયુષ્યકર્મમાં, અસંમુળા = અસંખ્યાતગુણા હોય છે. ૫૫
Jain Education International
=
૨૨૭
=
For Private & Personal Use Only
*
www.jainelibrary.org