________________
૨૨૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : પપ
ગાથાર્થ = અપર્યાપ્ત જીવો પ્રતિક્ષણે અસંખ્યાતગુણા વીર્યવાળા હોય છે. સર્વે સ્થિતિસ્થાનોમાં અસંખ્યાતલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. સાતકર્મોમાં એકસ્થાનથી બીજા સ્થાનમાં અધિક અધિક હોય છે. અને આયુષ્યકર્મમાં અસંખ્યાતગુણ હોય છે. તે ૫૫ ll
વિવેચન = ઘનીકૃત લોકની એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગના જેટલા આકાશપ્રદેશો થાય તેટલાં (એટલે કે અસંખ્યાતાં) યોગસ્થાનો કુલ છે. તેમાં કેટલાંક અપર્યાપ્તા-પ્રાયોગ્ય છે. એટલે કે અપર્યાપ્ત જીવોને આવે છે અને કેટલાંક પર્યાપ્તા-પ્રાયોગ્ય છે. જે પર્યાપ્તા જીવોને પ્રાપ્ત થાય છે. ત્યાં જે અપર્યાપ્તા જીવો છે. (સૂક્ષ્મ અપર્યાપ્ત, બાદર અપર્યાપ્ત, વિક્લેન્દ્રિય અપર્યાપ્તા, અસંસી અને સંજ્ઞી અપર્યાપ્તા). તે સર્વે અપર્યાપ્ત જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય કે કરણ અપર્યાપ્તા હોય તો પણ ઉત્પત્તિના પ્રથમ સમયથી આરંભીને પ્રતિસમયે અસંખ્યગુણા યોગ વડે વધે છે. શરીરની રચનાનો કાળ હોવાથી અને પુદ્ગલોનો સહયોગ મળવાથી આ કરણાત્મકવીર્ય અસંખ્યાતગુણાકારે પ્રતિસમયે અવશ્ય વૃદ્ધિ પામે છે.
અહીં મૂળ ગાથામાં “પર્વમસંg"વિરિય અપ” એમ અપર્યાપ્તાનું વિધાન હોવાથી અને પર્યાપ્તાનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોવાથી અર્થપત્તિન્યાયથી તથા શાસ્ત્રાન્તરોથી જણાય છે કે પર્યાપ્તા જીવોમાં પ્રતિસમયે ક્યારેક યોગની વૃદ્ધિ પણ થાય છે અને ક્યારેક યોગની હાનિ પણ થાય છે. ક્યારેક સ્થિર યોગ પણ રહે છે. વૃદ્ધિ થાય કે હાનિ થાય તો પણ અસંખ્યાતગુણ જ થાય એવો નિયમ નથી. અલ્પ હાનિ-વૃદ્ધિ પણ થાય અને અધિક હાનિ-વૃદ્ધિ પણ થાય. અને વિવલિત એવા કોઈ પણ એક યોગસ્થાનમાં વૃદ્ધિહાનિરહિત પણ પર્યાપ્તા જીવો અલ્પકાળ સુધી રહે છે. અર્થાત્ હાનિ-વૃદ્ધિ ન થાય અને સ્થિર યોગ રહે તેમ પણ બને છે. અપર્યાપ્તામાં અવશ્ય વૃદ્ધિ જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org