________________
૨૨૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૩-૫૪
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનો ગાળો છે. અસંખ્યાતમા ભાગ કરતાં સંખ્યાતમો ભાગ ઘણો મોટો હોય છે. તેથી અસંખ્યાતમો ભાગ જો ૧૦ થી ૩૦૦ના આંકનો છે તો સંખ્યાતમો ભાગ ૫ થી ૫૦૦નો ગણવો જોઈએ. જેથી અસંખ્યાતમા ભાગ વાળાનાં જે સ્થિતિસ્થાનો થાય. તેના કરતાં સંખ્યામાં ભાગ વાળાનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા થાય છે. પલ્યોપમના સંખ્યામાં ભાગની અને અસંખ્યાતમા ભાગની જે ઉપર ૧૦ થી ૩૦૦ અને ૫ થી ૫૦૦ની કલ્પના કરી છે તે સમજાવવા પૂરતી કલ્પના છે. આ રીતે વિચારતાં આ સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ નીચે મુજબ થાય છે. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાની સ્થિતિસ્થાનો સર્વથી અલ્પ છે. (૨) તેનાથી બા. એકેન્દ્રિય અપ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૩) તેનાથી સૂ. એકેન્દ્રિય પ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૪) તેનાથી બા. એકેન્દ્રિય પ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૫) તેનાથી બેઈન્દ્રિય અપ.નાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે. (૬) તેનાથી બેઈન્દ્રિય પર્યાપ્તાનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૭) તેનાથી તે ઈન્દ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૮) તેનાથી તેઈન્દ્રિય પર્યાપ્તાનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૯) તેનાથી ચઉરિન્દ્રિય અપ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૧૦) તેનાથી ચઉરિન્દ્રિય પ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૧૧) તેનાથી અસંજ્ઞી પંચે. અપ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૧૨) તેનાથી અસંજ્ઞી પંચે. પ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૧૩) તેનાથી સંજ્ઞી પંચે. અપ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. (૧૪) તેનાથી સંજ્ઞી પંચે. પ.નાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે.
ચૌદ બોલના આ અલ્પબદુત્વમાં પ્રથમના ચાર બોલમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જેટલા સમય થાય તેટલાં સ્થિતિસ્થાનો છે અને તે ચારે જીવભેદોમાં અનુક્રમે વિશુદ્ધિ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org