________________
ગાથા : પર
પાંચમો કર્મગ્રંથ
૨૧૩
૩૦ કોડાકોડી સાગરોપમવાળું સર્વથી ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો વડે બંધાય છે. તે ઉપરના ચિત્રમાં અસત્કલ્પનાએ ૧૯૦ થી ૨૧૦ બતાવવામાં આવ્યા છે. તે તીવ્ર સંક્લેશવાળા અધ્યવસાય સ્થાનો છે. એક સમય ન ૩૦ કોડાકોડી સાગરોપમવાળા (૧૪ નંબરના) બીજા સ્થિતિસ્થાનમાં કિંચિત્ ન્યૂન તીવ્ર સંક્લેશવાળાં અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે. જે ચિત્રમાં (૧૭૦ થી ૧૮૯ રૂપે) બતાવવામાં આવ્યાં છે. એમ જઘન્ય સ્થિતિસ્થાન સુધી સમજવું.
પુણ્યકર્મ હોય કે પાપકર્મ હોય પરંતુ (ત્રણ આયુષ્યકર્મ વિના) ૧૧૭ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટસંક્લેશ વડે બંધાય છે. માટે અશુભ છે. મધ્યમસ્થિતિ મધ્યમ સંક્લેશ વડે બંધાય છે માટે મધ્યમ છે. અને જઘન્યસ્થિતિ મંદ-મંદતર અને મંદતમ સંક્લેશવડે બંધાય છે તેથી શુભ છે. અત્યન્ત મંદતમ સંક્લેશવાળા અધ્યવસાયસ્થાનમાં વિશુદ્ધિ ઘણી છે અને સંક્લિષ્ટતા અત્યન્ત અલ્પ છે એટલે જઘન્યસ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે એમ પણ કહેવાય છે. પહેલા, ચોથા આદિ ગુણસ્થાનકો કરતાં નવમાદસમા ગુણસ્થાનકોના અધ્યવસાયસ્થાનોમાં કષાયોને જે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય છે તે વિશુદ્ધિ છે અને મંદતમ એવા પણ સંજ્વલનાદિનો જે વિપાકોદય છે તે સંક્લિષ્ટતા છે. એમ એક અધ્યવસાયસ્થાનમાં બને છે. છતાં ૨૨ પ્રકૃતિની નવમે-દસમે જે જઘન્યસ્થિતિ બંધાય છે. તે મંદતમ એવા પણ સંજવલનકષાયોના વિપાકોદયજન્ય છે. પરંતુ કષાયોના ઉપશમાદિરૂપ વિશુદ્ધિથી જન્ય નથી. છતાં આવો ભેદ બાલજીવો ન સમજી શકે એટલે કષાયોની મંદતાને જ વિશુદ્ધિ કહેવામાં આવે છે આ કારણે વિશુદ્ધિથી જઘન્યસ્થિતિ બંધાય છે એમ કહેવાય છે. અને તે વચન ઉપચાર વચન છે તથા તે જઘન્ય સ્થિતિબંધને (ઉત્કૃષ્ટ સ્થિત્યાદિની અપેક્ષાએ) શુભ કહેવાય છે. - પુણ્યકર્મ અને પાપકર્મ એમ બન્ને પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા વડે બંધાય છે. માટે અશુભ છે. અને જઘન્યસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org