________________
પાંચમો કર્મગ્રંથ
વિશુદ્ધિ વડે બંધાય છે. માટે શુભ છે. પરંતુ રસબંધમાં તેમ નથી. રસબંધમાં પુણ્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિથી બંધાય છે. અને જઘન્ય રસ સંક્લિષ્ટતાથી બંધાય છે. પરંતુ પાપપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ સંક્લિષ્ટતાથી બંધાય છે. અને જઘન્ય રસ વિશુદ્ધિથી બંધાય છે. તેનું કારણ એ છે કે પુણ્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ જીવોને આનંદ-પ્રમોદનો હેતુ છે અર્થાત્ સુખહેતુક છે તથા પાપપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ દુઃખનો હેતુ છે. તેથી જ આગળ આવતા ઉત્કૃષ્ટ રસ બંધના સ્વામિત્વને સમજાવનારી ગાથાઓમાં જ્યાં ઘણી વિશુદ્ધિ હોય ત્યાં પુણ્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ અને જ્યાં ઘણી સંક્લિષ્ટતા હોય ત્યાં પાપપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધાય છે. એમ કથન કરેલું છે.
૨૧૪
સ્થિતિબંધમાં ત્રણ આયુષ્ય વિના સર્વે (૧૧૭) કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટસંક્લેશ વડે બંધાય છે અને જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વડે બંધાય છે. તેથી જ તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નરકાભિમુખ અને મિથ્યાત્વાભિમુખ એવા સમ્યગ્દષ્ટિ જીવને બંધાય છે, અને જઘન્યસ્થિતિ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના ચરમ સમયે ક્ષપકશ્રેણિવાળા જીવને બંધાય છે. આ પ્રમાણે પુણ્યપ્રકૃતિ હોય, કે પાપપ્રકૃતિ હોય, પરંતુ ૧૧૭ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લેશ વડે બંધાય છે અને તે અશુભ છે. જ્યારે જઘન્યસ્થિતિ વિશુદ્ધિ વડે બંધાય છે અને તે શુભ છે.
ગાથા : ૫૨
રસબંધમાં પુણ્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિથી અને જઘન્યરસ સંક્લિષ્ટતાથી બંધાય છે તથા પાપપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ સંક્લિષ્ટતાથી અને જઘન્ય રસ વિશુદ્ધિથી બંધાય છે.
ત્રણ આયુષ્યકર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ અને ઉત્કૃષ્ટ રસ એ બન્ને વિશુદ્ધિથી બંધાય છે અને શુભ છે તથા જઘન્યસ્થિતિ અને જઘન્ય રસ એમ બન્ને સંક્લિષ્ટતાથી બંધાય છે અને અશુભ છે.
સર્વે કર્મોના સ્થિતિબંધમાં કારણ કષાય છે અને રસબંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org