________________
પાંચમો કર્મગ્રંથ
(૩) આસનમૃત્યુક= જ્યાં સુધી મૃત્યુ નજીક આવ્યું ન હોય ત્યાં સુધી મિથ્યાત્વે ગમન સંભવે નહીં. તથા નરકના ભવમાં ગમનને યોગ્ય લેશ્યાવાળા સંક્લિષ્ટ પરિણામ પણ આવે નહીં. મૃત્યુકાળના અન્તિમ અંતર્મુહૂર્તમાં જ નરકભવયોગ્ય લેશ્યાયુક્ત પરિણામવાળો જીવ થાય છે. માટે આસન્નમૃત્યુક કહેલો છે.
૧૬૪
(૪) નરકમિથ્યાત્વોભયાભિમુખઃ- આવો ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો જીવ જ્યારે મૃત્યુકાળ નજીક આવે અને મૃત્યુ પામીને નરકમાં જવાની તૈયારી હોય ત્યારે મિથ્યાત્વાભિમુખ અને નરકાભિમુખ થવાથી વધારેમાં વધારે સંક્લિષ્ટતાવાળો હોઈ શકે છે. આ રીતે પૂર્વે જે જીવે નરકનું આયુષ્ય બાંધ્યું છે અને ત્યારબાદ ક્ષયોપશમસમ્યક્ત્વ પામીને જિનનામકર્મ જેણે બાંધ્યું છે તેવો, મૃત્યુ નજીક આવે ત્યારે નરક અને મૃત્યુને અભિમુખ થયેલો અવિરતસમ્યક્ત્વી જીવ તે ગુણસ્થાનકના ચરમ સમયે (સંભવતી સંક્લિષ્ટતામાં) અતિશય વધારે સંક્લિષ્ટ હોવાથી જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે.
આહારકદ્ધિકના ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી “પ્રમત્ત” મુનિ જાણવા. વાસ્તવિક વાત એ છે કે આહારકદ્વિકનો બંધ અપ્રમત્તે અને અપૂર્વકરણે જ થાય છે. પ્રમત્તે બંધ થતો જ નથી. છતાં ગાથામાં ઘૂમતો લખવાનું કારણ એ છે કે સાતમા- આઠમા ગુણઠાણાવાળા જે જીવો નવમે-દસમે જવાના સ્વભાવવાળા છે. તે ઉપર શ્રેણીમાં ચઢવાની પ્રકૃતિયુક્ત હોય છે, તેથી તે જીવોમાં વિશુદ્ધિ વધારે છે. માટે ઉ. સ્થિતિના સ્વામી નથી. પરંતુ સાતમા-આઠમાથી પડીને છઢે આવનારા જે જીવો છે તે જ અહીં લેવાના છે. તે પડવાની પ્રકૃતિવાળા હોવાથી પ્રમત્તાભિમુખ એવા અપ્રમત્ત છે. તેથી પરિણામ પ્રમત્ત તરફના હોવાથી (અપ્રમત્ત હોવા છતાં પણ) ઉપચારથી પ્રમત્ત કહ્યા છે એમ સમજીને પ્રમત્તજીવોને સ્વામી કહ્યા છે. અથવા પ્રાકૃતભાષામાં સ્વર પછી સ્વર આવે તો પૂર્વના સ્વરનો લોપ થાય છે. એ નિયમથી અપમત્તો શબ્દ
"
93
ગાથા : ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org