________________
ગાથા : ૪૨
પાંચમો કર્મગ્રંથ
૧૬૫
સમજી પહેલાંના નો લોપ થયેલો જાણવો. ત્યાં પણ પ્રમત્તાભિમુખતા તો અવશ્ય સમજવી જ. એટલે પ્રમત્તાભિમુખ એવો અપ્રમત્તજીવ સ્વામી જાણવો. પરંતુ દેવાયુષ્યના ઉત્કૃષ્ટસ્થિતિ બંધના સ્વામિની વિચારણામાં નમો શબ્દ ન સમજતાં પત્તો શબ્દ જ સમજવો.
દેવાયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. દેવાયુષ્યના બંધક જીવો ૧ થી ૭ ગુણસ્થાનક સુધી છે. પરંતુ સાતમે આયુષ્યબંધનો પ્રારંભ કરતો નથી. માટે તદ્યોગ્યવિશુદ્ધ અને અપ્રમત્તભાવાભિમુખ એવો પ્રમત્તગુણસ્થાનકવર્તી પૂર્વકોડવર્ષના આયુષ્યવાળો જીવ પૂર્વક્રાંડના ત્રીજા ભાગે જ્યારે પરભવનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધવાનો પ્રારંભ કરે ત્યારે ત્રીજા ભાગના પ્રથમ સમયે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી જાણવા.. આયુષ્યબંધના પ્રારંભ પછી જેટલા સમયો જાય તેટલો અબાધાકાળ ઓછો થાય. તેમ થવાથી અબાધાકાળ સહિત ભોગ્યકાળવાળો જે ઉત્કૃષ્ટસ્થિતિબંધ છે તેની પ્રાપ્તિ થાય. માટે ત્રીજા ભાગના પ્રથમ સમયે જ (આયુષ્યબંધના પ્રારંભના પ્રથમસમયે જ) સ્વામી જાણવા. આ કારણથી જ અપ્રમત્તે સ્વામી કહ્યા નથી. પરંતુ પ્રમત્તે જ કહ્યા છે.
પ્રશ્ન- આયુષ્યકર્મનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ બંધના પ્રથમસમયે જ માત્ર જેમ કહો છો, તેમ જ્ઞાનાવરણીયાદિ શેષકર્મોનો પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિ જ્યારે બંધાય ત્યારે પ્રથમ સમયે જ માત્ર હોય કે સમયાન્તરે પણ હોય ?
ઉત્તર- જ્ઞાનાવરણીયાદિ શેષકર્મોમાં સામાન્યથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત સુધી બંધાય છે પરંતુ તેનો અબાધાકાળ સ્થિતિબંધમાં સમાવિષ્ટ છે. તેથી અબાધાકાળના સમયો ન્યૂન કરવાનો પ્રશ્ન જ આવતો નથી. માટે બંધના સર્વે સમયોમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ ઘટી શકે છે. જ્યારે આયુષ્યકર્મનો અબાધાકાળ તો વર્તમાન ભવને આશ્રયી લેવાનો છે. જેથી જેટલા સમયો જાય તેટલા સમયો અબાધામાં ઓછા થાય, એટલે મધ્યમસ્થિતિ થઈ જાય. પણ ઉત્કૃષ્ટસ્થિતિ મળે નહીં. તેથી આયુષ્યકર્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org