________________
ગાથા : ૪૨ પાંચમો કર્મગ્રંથ
૧૬૩ જ વિશેષબોધ થાય છે એવો ન્યાય છે માટે અવિરતસમ્યગ્દષ્ટિ એવો આ જીવ (૧) ક્ષયોપશમસમ્યકત્વી, (૨) પૂર્વબદ્ધનરકાયુષ્ક, (૩) આસન્નમૃત્યુક, અને (૪) નરકમિથ્યાત્વોભયાભિમુખ હોય તે જ તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધક જાણવો તેનાં કારણો આ પ્રમાણે
(૧) ક્ષયોપશમસમ્યત્વી :- ક્ષયોપશમ સમ્યકત્વ લઈને નરકમાં જવાતું નથી. તેથી જે જીવે પૂર્વે નરકનું આયુષ્ય બાંધીને ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તેવા જીવને જ્યારે મૃત્યુકાળ આવે ત્યારે નરક અને મિથ્યાત્વ એમ ઉભય તરફ જવાની અભિમુખતા હોઈ શકે છે. અને તે કાળે તે જીવ વધારે સંક્લિષ્ટ પરિણામયુક્ત થાય છે તેનાથી તે ઉત્કૃષ્ટસ્થિતિબંધનો સ્વામી થાય છે. ઉપશમસમ્યત્વી જીવ જો શ્રેણી સંબંધી હોય તો મરીને દેવમાં જ જાય છે. નરકગમન સંભવતું નથી. અને અનાદિ મિથ્યાત્વી જે પ્રથમ ઉપશમ પામે છે તે ઉપશમસમ્યક્તવાળો જીવ લઈએ તો સમ્યત્વાવસ્થામાં મૃત્યુ પામતો નથી એટલે નરકાભિમુખતા સંભવતી નથી. માટે ઉપશમસમ્યકત્વી જીવ કહ્યો નથી. ક્ષાયિક સમ્યકત્વીમાં મિથ્યાત્વ તરફ ગમન સંભવતું નથી. તેથી નિકાચિત જિનનામના બંધકોમાં નરકાભિમુખતા અને મિથ્યાત્વાભિમુખતા ક્ષાયોપથમિક સમ્યક્તવાળાને જ સંભવી શકે છે તેથી ઉપરોક્ત વિશેષણોવાળો ક્ષાયોપથમિકસમ્યકત્વી જીવ જ ઉ. સ્થિતિબંધનો સ્વામી કહ્યો છે.
(૨) પૂર્વબદ્ધનરકાયુષ્ક= પૂર્વકાળમાં જેણે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે જ ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ સ્વામી લેવો. કારણ કે સમ્યત્વ પામ્યા પછી નરકનું આયુષ્ય બંધાય નહીં. નરકના આયુબંધ વિના નરક તરફ અને મિથ્યાત્વ તરફ ગમન સંભવે નહીં. તેના વિના ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા આવે નહીં. ઉત્કૃષ્ટસંક્લિષ્ટતા વિના ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય નહીં, માટે પૂર્વબદ્ધનરકાયુષ્ક જીવ સ્વામી જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org