________________
ગાથા : ૨૪
પાંચમો કર્મગ્રંથ
૯૫
સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વથી પડતાં જ આવે છે. મિથ્યાત્વથી ઉપર જતાં આવતું નથી. મિથ્યાત્વથી ત્રણ કરણો કરીને આ જીવ સમ્યકત્વાદિ ગુણોવાળાં ગુણસ્થાનક પામે છે. અથવા સમ્યકત્વ પામી ત્રિપુંજીકરણ કરી પડીને મિથ્યાત્વે આવ્યા પછી જ્યારે મિશ્રમોહનીયનો ઉદય થાય ત્યારે ત્રીજે ગુણસ્થાનકે આવે છે. પરંતુ પહેલેથી બીજે તો આવતો જ નથી. તેથી ૨૨ના બંધથી ૨૧ના બંધમાં ગમન ન હોવાથી ૨૧ના બંધમાં અલ્પતા હોવા છતાં પણ ૨૧નો અલ્પતર થતો નથી.
ઉપશમસમ્યક્તથી પડીને સાસ્વાદને આવી શકાય છે. અને તે કાળે ૨૧નો બંધ પણ થાય છે. પરંતુ તે તો ૧૭ના બંધથી ૨૧ના બંધમાં ગમન થયું હોવાથી વધારો થયો કહેવાય છે. તેથી ભૂયસ્કાર થાય છે. પરંતુ ૨૧નો અલ્પતર થતો નથી. આ પ્રમાણે ૨૨-૨૧ના બે અલ્પતર થતા નથી બાકીના બધા જ ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં જતાં અલ્પતરો થાય છે તેથી કુલ ૮ અલ્પતર બંધ છે.
૨૨નો બંધ કરતો મિથ્યાત્વી જીવ મિશ્ર અથવા અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જાય ત્યારે ૧૭ના બંધના પહેલા સમયે પહેલો અલ્પતર થાય છે. એ જ પ્રમાણે
૧૭ ના બંધથી પાંચમે ગુણઠાણે જતાં ૧૩ ના બંધનો બીજો અલ્પતર ૧૩ ના બંધથી છકે-સાતમે જતાં ૯ ના બંધનો ત્રીજો અલ્પતર ૯ ના બંધથી ૯/૧ ભાગે જતાં ૫ ના બંધનો ચોથો અલ્પતર ૫ ના બંધથી ૯૨ ભાગે જતાં ૪ ના બંધનો પાંચમો અલ્પતર ૪ ના બંધથી ૯૩ ભાગે જતાં ૩ ના બંધનો છઠ્ઠો અલ્પતર ૩ ના બંધથી ૯/૪ ભાગે જતાં ર ના બંધનો સાતમો અલ્પતર ૨ ના બંધથી ૯/૫ ભાગે જતાં ૧ ના બંધનો આઠમો અલ્પતર
આ પ્રમાણે મોહનીય કર્મના ૧૦ બંધસ્થાનકોમાં ૨૧-૨૧ આ બેને છોડીને બાકીના આઠ બંધસ્થાનકો જ્યારે જ્યારે શરૂ કરે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org