________________
પાંચમો કર્મગ્રંથ
અને પહેલા ગુણઠાણે આવી ૨૨ નો બંધ કરે તે નવમો ભૂયસ્કાર
આ પ્રમાણે ૧ના બંધને છોડીને બાકીના બધાં જ બંધસ્થાનકોમાં જ્યારે જ્યારે અધિકરૂપે બંધ શરૂ કરે ત્યારે ત્યારે પ્રથમ સમયે ભૂયસ્કારબંધ કહેવાય છે. અને તે ૨, ૩, ૪, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૨ના બંધના મળીને કુલ ૯ ભૂયસ્કારબંધો થાય છે. સર્વે પણ ભૂયસ્કારો માત્ર પ્રથમસમય પુરતા એક સમયના જ હોય છે. બીજા સમયથી તો તે અવસ્થિતબંધ કહેવાય છે.
૯૪
મોહનીયમાં અલ્પતરબંધ ૮
અગિયારમા ગુણસ્થાનકથી ઉતરતાં જેમ જેમ બંધનો વધારો થયો તેમ તેમ ભૂયસ્કારો જેવી રીતે થયા. તેવી જ રીતે મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ઉપર જતાં જેમ જેમ બંધની હાનિ થાય છે તેમ તેમ અલ્પતર બંધ થાય છે. મોહનીયમાં ૨૨ના બંધથી વધારે પ્રકૃતિઓ બંધાતી નથી. માટે ૨૨નો બંધ મોહનીયના કોઈ પણ બંધ કરતાં અલ્પ થઇ શકતો નથી. આ રીતે ૨૨ના બંધમાં અન્ય બંધસ્થાનકોની અપેક્ષાએ અલ્પતા ન હોવાથી ૨૨નો બંધ અલ્પતર થતો નથી. તથા ૨૧નો બંધ સાસ્વાદને થાય છે. અને તે ૨૨ના બંધથી અલ્પતાવાળો છે. જો પહેલા
ગુણઠાણાથી સીધેસીધું બીજે સાસ્વાદને જવાતું હોત તો ૨૨ના બંધથી ૨૧ના બંધે જતાં અલ્પતા થવાથી ૨૧ના બંધનો અલ્પતર થાત, પરંતુ
ગાથા : ૨૪
૧. અહીં કોઈ પણ એક બંધસ્થાનકે જુદા-જુદા-બંધસ્થાનકેથી આવે તો પણ એક જ ભૂયસ્કાર કે એક જ અલ્પતર ગણાય છે. જેમ સાસ્વાદનેથી પહેલે આવે તો ૨૧ના બંધથી ૨૨ નો બંધ કરે અને ચોથથી પહેલે આવે તો ૧૭ના બંધથી ૨૨નો બંધ કરે. પાંચમેથી પહેલે આવે તો ૧૩ના બંધથી ૨૨નો બંધ કરે અને છટ્ટેથી પહેલે આવે તો ના બંધથી ૨૨નો બંધ કરે. આ પ્રમાણે જુદાજુદા બંધ સ્થાનકેથી ૨૨નો બંધ સંભવે છે. પરંતુ તે સર્વેમાં ૨૨નો આંક એક જ છે અને સમાન છે. તેથી ભૂયસ્કાર બંધ એક જ ગણાય છે. તેમ સર્વત્ર ભૂયસ્કાર તથા અલ્પતરાદિમાં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org