________________
ગાથા : ૨૪
પાંચમો કર્મગ્રંથ
૯૩
હોય છે. આ પ્રમાણે નવમાં ગુણસ્થાનકના પાંચ ભાગોમાં અનુક્રમે ૫, ૪, ૩, ૨, ૧નું બંધસ્થાનક જાણવું. નવમાના અંત્ય સમયે સંજ્વલન લોભનો પણ બંધવિચ્છેદ થવાથી દસમા આદિ ગુણસ્થાનકોમાં મોહનીય કર્મનો આ જીવ સર્વથા અબંધક બને છે. આ પ્રમાણે ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧ એમ મોહનીય કર્મનાં કુલ ૧૦ બંધસ્થાનકો થાય છે. તે ૧૦ બંધન સ્થાનકોમાં ૯ ભૂયસ્કારબંધ, ૮ અલ્પતરબંધ, ૧૦ અવસ્થિતબંધ, અને ૨ અવક્તવ્યબંધ થાય છે. તેની વિશેષ સમજ આ પ્રમાણે
મોહનીયમાં ભૂયસ્કારબંધ ૯ ઉપશમશ્રેણી ઉપર આરૂઢ થયેલો જીવ ૧૧મેથી પડતાં દસમે આવીને જ્યારે નવમા ગુણઠાણામાં પ્રવેશ કરે છે ત્યારે આ જીવ મોહનીયનો સર્વથા જે અબંધક થયેલો હતો તે પડતાં પાંચમા ભાગે આવતાં પુનઃ સંજવલન લોભનો બંધ ચાલુ કરે છે. જે ૧નું બંધસ્થાનક કહેવાય છે. પરંતુ આ શરૂ થતો બંધ અવક્તવ્ય બંધ કહેવાય છે. ભૂયસ્કાર કહેવાતો નથી. કારણકે બંધ ચાલુ હોય તેમાં એક બેનો વધારો થાય તેને જ ભૂયસ્કાર કહેવાની શાસ્ત્રનીતિ છે. સર્વથા અબંધક થઈને પુનઃ બંધ ચાલુ કરે તો તે અવક્તવ્યબંધ જ કહેવાય છે. તેથી ૧ના બંધનો ભૂયસ્કાર થતો નથી. ત્યારબાદ શ્રેણીથી ઉતરતો ઉતરતો તે જીવ
ચોથા ભાગે આવી ૨ નો બંધ કરે તે પ્રથમ ભૂયસ્કાર ત્રીજા ભાગે આવી ૩ નો બંધ કરે તે બીજો ભૂયસ્કાર બીજા ભાગે આવી ૪ નો બંધ કરે તે ત્રીજો ભૂયસ્કાર પ્રથમ ભાગે આવી પ નો બંધ કરે તે ચોથો ભૂયસ્કાર આઠમા ગુણઠાણે આવી ૯ નો બંધ કરે તે પાંચમો ભૂયસ્કાર પાંચમા ગુણઠાણે આવી ૧૩ નો બંધ કરે તે છો ભૂયસ્કર ચોથા-ત્રીજા ગુણઠાણે આવી ૧૭ નો બંધ કરે તે સાતમો ભૂયસ્કાર ચોથાથી બીજે ગુણઠાણે આવી ૨૧ ને બંધ કરે તે આઠમો ભૂયસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org