________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૪
ત્યારે અધિકથી હીન બંધ થતો હોય તો તે હીનબંધના પ્રથમસમયે અલ્પતર થાય છે. એમ ૮ અલ્પતર બંધ છે. તે બધા જ બીજા સમયથી અવસ્થિતબંધ કહેવાય છે.
મોહનીયકર્મમાં ૧૦ અવસ્થિતબંધ મોહનીયકર્મનાં કુલ ૧૦ બંધસ્થાનકો છે. તે દરેકનો કાળ ૧ સમયથી તો વધારે હોઈ શકે છે જ. તેથી હીન બાંધતો વધારે બાંધે ત્યારે પ્રથમસમયે ભલે ભૂયસ્કારબંધ હોય પરંતુ બીજા સમયથી તે અવસ્થિતબંધ કહેવાય છે. તેવી જ રીતે વધારે બાંધતો હીન બાંધે ત્યારે પણ પ્રથમ સમયે ભલે અલ્પતર બંધ કહેવાય. પરંતુ બીજા સમયથી તે અવસ્થિતબંધ કહેવાય છે. આ પ્રમાણે દશે બંધસ્થાનકો બીજા સમયથી અવસ્થિત બનવાથી કુલ ૧૦ અવસ્થિત બંધ છે. તેમાં ૨૨ના બંધનો પ્રથમ અવસ્થિતબંધ (અભવ્ય અને ભવ્યને) અનાદિથી હોય છે. અને સભ્યત્વથી પડતાને આશ્રયી પ્રથમ સમયે ભૂયસ્કાર થઇને પણ બીજા સમયથી ૨૨નો અવસ્થિત બંધ થાય છે. ૨૧નો અવસ્થિત સમ્યકત્વથી પડતાને જ થતો હોવાથી ભૂયસ્કાર થઈને જ તે અવસ્થિત થાય છે. ૧૭નો અવસ્થિત પહેલેથી આવનારને આશ્રયી અલ્પતર થઈને અને પાંચમાં આદિ ઉપરના ગુણસ્થાનકોથી ઉતરનારને આશ્રયી ભૂયસ્કાર રૂપે થઇને પણ બીજા સમયથી અવસ્થિત થાય છે. તથા ૧૧મેથી ભવક્ષયે પડીને ચોથે આવનારને પુનઃ ૧૭નો બંધ શરૂ થતાં પ્રથમ સમયે અવક્તવ્યબંધ થયા બાદ બીજા સમયથી ૧૭ નો અવસ્થિતબંધ થાય છે.
૧૩-૯-૫-૪-૩-૨ આ છ બંધસ્થાનકો ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં જતાં અલ્પતરરૂપે આવે છે. અને ઉપરના ગુણસ્થાનકોમાંથી નીચે ઉતરતાં ભૂયસ્કાર રૂપે આવે છે તેથી બને રીતે પણ બીજા સમયથી અવસ્થિતબંધ કહેવાય છે. અને એકનો બંધ ભૂયસ્કાર અને અલ્પતરમાંથી ફક્ત અલ્પતરરૂપે જ આવે છે. પરંતુ ભૂયસ્કાર રૂપે આવતો નથી. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org