________________
૭૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૯
વિપાક એટલે ફળ. કઈ પ્રકૃતિ પોતાનો વિપાક (પોતાનું ફળ) પ્રધાનતયા કોને આશ્રયીને આપે છે તેની વિચારણાને વિપાકાર કહેવાય છે. તેના ચાર ભેદ છે. ક્ષેત્રવિપાક, ભવવિપાક, પુગલવિપાક, અને જીવવિપાક.
એક ભવ પૂર્ણ કરીને મૃત્યુ પામી બીજા ભવમાં જતા જીવને જ્યારે જ્યારે વક્રા કરવી પડે છે ત્યારે ત્યારે વચગાળાના ક્ષેત્રમાં જ ઉદયમાં આવનારી જે ચાર આનુપૂર્વી નામકર્મ છે. તે આવા પ્રકારના બે ભવોની વચગાળાના ક્ષેત્રાત્મક અસાધારણ કારણને આશ્રયીને જ પોતાનો વિપાક બતાવે છે. તેથી જે કર્મ પોતાનું ફળ નિયત ક્ષેત્રમાં આપે તે ક્ષેત્રવિપાકવાળી અર્થાત્ ક્ષેત્રવિપાકી કહેવાય છે.
ભવાન્તરમાં જતા જીવની ગતિ બે પ્રકારની હોય છે. (૧) ઋજાગતિ અને (૨) વક્રગતિ. જ્યારે પરભવવાળું ઉત્પત્તિસ્થાન મૃત્યુના સ્થાનથી છે એ દિશાઓમાંથી કોઈ પણ એક દિશામાં આકાશપ્રદેશોની પંક્તિમાં આવતું હોય તો આ જીવની મૃત્યુ પછી ઋજુગતિ થાય છે. તેમાં ફક્ત એક જ સમય લાગે છે. અને તે પ્રથમ સમયે જ વિકા ન હોવાથી) પરભવના આયુષ્યનો ઉદય – અને આહારગ્રહણાદિ કાર્યો નીપજે છે. અને વક્રા કરવાની ન હોવાથી આનુપૂર્વીનો ઉદય હોતો નથી. પરંતુ મૃત્યુના સ્થાનથી ઉત્પત્તિનું સ્થાન જો કાટખુણો કરવાથી જ આવે તેમ હોય તો અનુપિ: તિઃ (તસ્વાર્થ સૂત્ર. ૨-૨૭)ના વચન પ્રમાણે જીવ આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે જ જાય છે, તેથી આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે જતા જીવને ઉત્પત્તિસ્થાન તરફ વાળનાર બળદના નાકમાં પરોવેલી રસ્સીની જેમ આ આનુપૂર્વીનામકર્મનો વિપાકોદય થાય છે. અને તેનો ઉદય વક્રી કરતી વખતે બીજા સમયથી શરૂ થાય છે. કારણ કે વક્રા કરતી વખતે પ્રથમ સમયે મૃત્યુ અને સમશ્રેણિએ ગમન આ બન્ને સાથે જ થવાથી બીજા સમયે જ પરભવના આયુષ્યનો ઉદય, અને ગતિ-જાતિ વગેરે (શરીર સંબંધી પ્રકૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org