SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ ૨૧ પ્રકૃતિઓ માત્ર ઉદયને આશ્રયી પરસ્પર વિરોધી હોવાથી અને તેથી જ અવોદયી હોવાથી પરાવર્તમાન છે. પરંતુ ધ્રુવબંધી હોવાથી બંધને આશ્રયી સાથે જ બંધાય છે. તેથી બંધમાં પરાવર્તમાન નથી. સ્થિર-અસ્થિર અને શુભ અને અશુભ ધ્રુવોદયી છે. સર્વે જીવોને સાથે ઉદયમાં હોય છે. પરસ્પર વિરોધી નથી. તો પરાવર્તમાન કેમ કહી? પ્રશ્ન = ગાથા : ૧૯ ઉત્તર . = આ ચાર પ્રકૃતિઓ માત્ર બંધમાં જ પરાવર્તમાન છે. પરંતુ ઉદયમાં નહીં. કારણ કે ધ્રુવોદયી હોવાથી ઉદયમાં સાથે જ હોય છે. પરસ્પર કોઈના પણ ઉદયને અટકાવીને પોતાનો ઉદય કરતી નથી. માટે ઉદયને આશ્રયી પરાવર્તમાન નથી, પરંતુ અવબંધી છે. સાથે બંધાતી નથી. તેથી એક-બીજાના બંધને રોકીને જ પોતાનો બંધ દેખાડે છે. તેથી આ ચાર પ્રકૃતિઓ માત્ર બંધને આશ્રયી જ પરાવર્તમાન છે. બાકીની ૬૬ પ્રકૃતિઓ પરસ્પર વિરોધી હોવાથી કોઈ એકનો બંધ અથવા ઉદય ચાલતો હોય તો તેનો બંધ અથવા ઉદય અટકાવીને જ પોતાનો બંધ અથવા ઉદય દેખાડે છે. તેથી બંધ આશ્રયી અને ઉદય આશ્રયી એમ ઉભય આશ્રયી આ ૬૬ પરાવર્તમાન છે. ૭૩ પ્રશ્ન = સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય શું પરાવર્તમાન છે કે અપરાવર્તમાન? ઉત્તર આ બે પ્રકૃતિઓ બંધમાં તો છે જ નહીં. ફક્ત ઉદયમાં જ છે અને તે પણ સાથે ઉદયમાં આવતી નથી. મિશ્ર મોહનીયનો ઉદય ત્રીજે ગુણઠાણે થાય છે. અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય ૪ થી ૭ માં થાય છે. માટે પરસ્પર વિરોધી હોવાથી ઉદયને આશ્રયી પરાવર્તમાન છે. આ પ્રમાણે પરાવર્તમાન અને અપરાવર્તમાન દ્વાર કહ્યું. હવે વિપાકદ્વાર કહીશું. Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy