________________
૬૨
પ્રશ્ન :- અભવ્યો તો અયોગ્યતાવાળા હોવાથી કદાપિ મોક્ષે જવાના નથી. પરંતુ શું ભવ્યો બધા જ મોક્ષે જવાના કે નહીં જવાના ? જો બધા જ ભવ્યો મોક્ષે જવાના જ હોય તો જ્યારે બધા મોક્ષે જતા રહેશે ત્યારે શું મોક્ષ બંધ થઈ જશે ? ધર્મ કરવાનો રહેશે જ નહીં ? અને જો બધા નથી જ જવાના, તો જે ન જાય તેની યોગ્યતા શું કામની ?
ઉત્તર- બધા જ ભવ્યો મોક્ષે જવાના નથી. કારણ કે યોગ્યતા હોવા છતાં પણ નિગોદમાંથી નીકળવાનો અને મનુષ્યાદિ ભવ પામવાનો યોગ જ ન આવવાનો હોવાથી તે મોક્ષે જવાના નથી.
પ્રશ્ન- તો અભવ્ય અને આવા મોક્ષે ન જનારા ભવ્ય જીવોમાં તફાવત શું ? બન્નેને ફળની અપ્રાપ્તિ તો સમાન જ છે.
ઉત્તર- ભવ્યજીવો મોક્ષે જવાની યોગ્યતા ધરાવે છે પરંતુ કેટલાકને મનુષ્યાદિ ભવોનો યોગ થતો નથી. તેથી તે વિધવા સ્ત્રી જેવા છે. કે જેમાં સંતાન પ્રાપ્તિની યોગ્યતા છે પરંતુ પુરુષનો યોગ નથી. અને અભવ્યજીવો મનુષ્યાદિ ભવનો યોગ પામે છે. પરંતુ મુક્તિની યોગ્યતા નથી માટે મોક્ષે જતા નથી. તેથી તે જીવો વન્ધ્યા સ્ત્રી જેવા છે કે જે વન્ધ્યા સ્ત્રી પતિનો યોગ પામે છે પરંતુ યોગ્યતા ન હોવાથી સંતાન પ્રાપ્તિ રૂપ ફળ વિનાની છે. આ રીતે એકમાં સહકારી કારણોનો યોગ નથી, બીજામાં યોગ્યતા નથી. પ્રશ્નઃ- આ ભવ્યમાર્ગણામાં અભવ્યો કેમ ગણ્યા હશે ?
ઉત્તર- ચૌદ મૂલમાર્ગણામાંની કોઈ પણ એક મૂલમાર્ગણામાં સર્વ જીવોનો સમાવેશ કરવો છે. માટે વિપરીતપક્ષ તેમાં જ અંતર્ગત કર્યો છે. જેમ ચારિત્રમાં અવિરતિ, સમ્યક્ત્વમાં મિથ્યાત્વાદિ, સંજ્ઞી માર્ગણામાં અસંશી, અને આહારીમાં અણાહારી, તેમ અહીં પણ સમજવું.
હવે સમ્યક્ત્વ માર્ગણા છ ભેદે છે. તે સમજાવે છે.
(૫૩) વેદક=ક્ષયોપશમસમ્યક્ત્વ માર્ગણા= સમ્યક્ત્વ મોહનીયનું વેદન (ઉદય) જ્યાં ચાલુ છે અર્થાત્ અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ અને મિશ્ર આ છ પ્રકૃતિઓનો જ્યાં ક્ષયોપશમ છે અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org