SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ (૪૭) કાપોતલેશ્યા= જાંબુના ઝાડની નાની નાની શાખાઓ માત્ર છેદીએ આવા તીવ્ર અશુભ પરિણામવાળા જે અધ્યવસાય તે કાપોતલેશ્યા. (૪૮) તેજલેશ્યા=જાંબુના ઝાડ ઉપરનાં તમામ જાંબુ કાપીને નીચે પાડી પછી ખાઈએ, આવા કંઈક શુભ પરિણામવાળા જે અધ્યવસાય તે તેજોલેશ્યા. (૪૯) પઘલેશ્યા= જાંબુના ઝાડ ઉપરથી જોઈતાં જ જાંબુ પાડીએ એવા શુભતર પરિણામવાળા જે અધ્યવસાય તે પમલેશ્યા. (૫૦) શુક્લલેશ્યા નીચે પડેલાં જ જાંબુ ખાઈએ. જેથી વૃક્ષની હિંસા ન થાય આવા શુભતમ પરિણામવાળા જે અધ્યવસાય તે શુક્લલેશ્યા. આ છએ વેશ્યાના બે ભેદ છે. દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા. યોગાન્તર્ગત પુદ્ગલવણા સ્વરૂપ દ્રવ્યલેશ્યા છે. તેથી જ તે દ્રવ્યલેશ્યા તેરમા ગુણઠાણા સુધી છે. અને દ્રવ્યલેશ્યાજન્ય જે કપાયવાળા આત્મિક પરિણામ એ ભાવલેશ્યા છે. તે દસ ગુણસ્થાનક સુધી છે કષાયજન્ય અધ્યવસાયસ્થાનો સ્થિતિબંધનાં કારણો છે અને કષાય તથા વેશ્યા એમ ઉભયજન્ય અધ્યવસાયસ્થાન રસબંધનાં કારણો છે. એકેક કાષાયિકાધ્યવસાય સ્થાનમાં અસંખ્ય લોકાકાશ-પ્રદેશ પ્રમાણ રસબંધનાં અધ્યવસાયસ્થાનો હોય છે. (૫૧) ભવ્યમાર્ગણા=મુક્તિ ગમનની યોગ્યતાવાળા જ જીવો તે ભવ્ય. (૫૨) અભવ્યમાર્ગણા=મુક્તિ ગમનની અયોગ્યતાવાળા જ જીવો તે અભવ્ય. પ્રત્યેક જીવોમાં આ બન્ને ભાવોમાંથી જે ભાવ હોય છે તે સ્વતઃસિદ્ધ છે. અર્થાત્ પારિણામિકભાવ માત્ર છે. શુભાશુભ કર્મથી ભવ્ય-અભવ્યતા થતી નથી. એટલે શુભકર્મો કરવાથી ભવ્યપણું આવે અને અશુભકર્મો કરવાથી અભવ્યપણું આવે એમ ન સમજવું. તથા બિચારા અભવ્ય એવાં તે શું અશુભકર્મો કર્યા છે કે જે કોઈ પણ દિવસ ભવ્ય ન થાય ? આવી શંકા પણ ન કરવી. આ બન્ને ભાવો મગ અને કોયડુ ની જેમ સ્વાભાવિક જ છે. અને તેથી જ તે કદાપિ પરિવર્તન પામતા નથી. ભવ્ય એ અભવ્ય બનતા નથી. અને અભવ્ય એ કદાપિ ભવ્ય બનતા નથી. ચંદ્રનો ચાંદની આપવાનો અને સૂર્યનો તાપ આપવાનો જેમ સ્વભાવ છે. તેમ આ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy