________________
૬૩
ચાલુ છે તે વેદક સમ્યકત્વ. તેનું બીજું નામ ક્ષાયોપથમિક સમ્યકત્વ છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ છે. કોઈક સ્થાને વેદક અને ક્ષાયોપથમિક એમ બે સમ્યકત્વ જુદાં પણ આવે છે. ત્યાં લાયોપથમિક સમ્યકત્વની અન્તિમ અવસ્થારૂપ સમ્યકત્વમોહનીયના છેલ્લા ગ્રાસને વેદતાને (વિશિષ્ટ વેદન એટલે કે હવે ફરીથી સમ્યકત્વ મોહનીયનું વેદન આવવાનું જ નથી એવી અપેક્ષાએ) વેદક સમ્યકત્વ કહેવાય છે. અને તેની પૂર્વાવસ્થામાં ક્ષાયોપથમિક કહેવાય છે. પારમાર્થિકપણે બન્ને એક જ છે.
(૫૪) ક્ષાયિકમાર્ગણાત્ર દર્શન સપ્તકના સંપૂર્ણપણે ક્ષયથી આત્મામાં જે ગુણ આવે છે. તે ક્ષાયિક સમ્યકત્વ પ્રથમ સંઘયણવાળા મનુષ્યને જ, કેવલજ્ઞાની વિચરતા હોય તે કાળે જ પ્રારંભાય છે. આવ્યા પછી કદાપિ જતું નથી. તેનો કાળ સાદિ અનંત છે.
(૫૫) ઔપથમિક માર્ગણા= રાખથી ઢાંકેલા અગ્નિની જેમ પ્રાથમિક ઉપશમકાળે મિથ્યાત્વમાત્રને અને ઉપશમશ્રેણિ કાળે દર્શનત્રિકને ઉપશમાવવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. અનાદિ મિથ્યાત્વીને ત્રણ કરણી કરવા પૂર્વક આ સમ્યકત્વ થાય છે. આ સમ્યકત્વ કાલે અનંતાનુંબંધિ ૪ કષાયનો ક્ષયોપશમ હોય છે. તથા ભવચક્રમાં વધારેમાં વધારે ચાર વાર ઉપશમશ્રેણી માંડવાથી શ્રેણીમાં ચાર વાર આ સમ્યકત્વ આવે છે. તેનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે.
(૫૬) મિથ્યાત્વમાર્ગણા= જિનેશ્વર પરમાત્માનાં વચનો ઉપર અશ્રદ્ધા, અપ્રીતિ-અવિશ્વાસ તે મિથ્યાત્વ. તેનો કાળ અનાદિ અનંતાદિ ત્રણ પ્રકારે છે.
(૫૭) મિશ્રમાર્ગણા= જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર રુચિ પણ ન થાય અને અરુચિ પણ ન થાય તે મિશ્ર. તેનો કાળ અંતર્મુહૂર્ત છે.
(૫૮) સાસ્વાદન માર્ગણા=ઉપશમ સમ્યકત્વ વમતાં વમેલી ખીરની જેમ મલીન આસ્વાદવાળું, અનંતાનુબંધીના ઉદયવાળું જે સમ્યકત્વ તે સાસ્વાદન, તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા જાણવો. આ પાછળની ત્રણે માર્ગણા પ્રતિપક્ષભાવે આ માર્ગણામાં ગણવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org