________________
૪૮ કર્મોના ક્ષયથી માત્ર ચાર અઘાતી કર્મોની સત્તા તેરમે-ચૌદમે હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશે ન્યૂન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ ગુણઠાણાના કાળ પ્રમાણે જાણવો.
આઠનો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય થવાથી અનુક્રમે અગિયારમે અને બારમે ગુણઠાણે મોહનીય વિના સાતનો ઉદય હોય છે. તેથી મોહનીય કર્મની સાથે દસમા ગુણઠાણા સુધી નિયમા આઠનો જ ઉદય હોય છે. તેનો કાળ અભવ્યને આશ્રયી અનાદિ અનંત, ભવ્યને આશ્રયી અનાદિ સાન્ત, તથા અગિયારમે ગુણઠાણે ઉપશમશ્રેણીમાં ચડીને પાછા પડેલા જીવોને આશ્રયી આઠના ઉદયનો સાદિ-સાન્ત કાળ જાણવો. સાદિ-સાન્તમાં જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ હોય છે. જે જીવ ઉપશમશ્રેણીથી પડીને છ-સાતમે ગુણઠાણે આવીને અન્તર્મુહૂર્ત માત્રમાં ફરીથી ઉપશમ શ્રેણી પ્રારંભે અથવા કર્મગ્રંથના મતે ક્ષપકશ્રેણિ પ્રારંભે તે જીવને આશ્રયી આઠના ઉદયનો આ જઘન્યકાળ જાણવો. અને ઉત્કૃષ્ટ કાળ દેશે ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તન જાણવો. હવે સાતનો ઉદય અગિયારમે, બારમે હોવાથી અગિયારમે ગુણઠાણે આવી એક-સમય માત્ર રહી ભવક્ષયે મૃત્યુ પામી દેવલોકમાં જનારા જીવને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ગુણસ્થાનકનો કાળ જ અંતર્મુહૂર્ત હોવાથી અંતર્મુહૂર્ત કાળ જાણવો. તથા ચાર (અઘાતી કર્મ માત્ર) નો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે હોવાથી તે ગુણઠાણાના કાળ પ્રમાણે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ કાળ ચારના ઉદયનો જાણવો.
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ઉદીરણા સાત, આઠ, છ, પાંચ અને બે કર્મની હોય છે. ત્યાં મિથ્યાત્વથી (મિશ્ર વિના) પ્રમત્ત સુધીનાં ગુણસ્થાનકોમાં આ જીવને જ્યારે જ્યારે અનુભવાતા કોઈ પણ આયુષ્યની અન્તિમ એક આવલિકા માત્ર બાકી રહે છે ત્યારે તે ભવનું આયુષ્ય આવલિકા માત્ર જ રહેવાથી આયુષ્યકર્મની ઉદીરણા હોતી નથી. તેથી અન્તિમ આવલિકા પ્રમાણ કાળમાં સાતકર્મની ઉદીરણા હોય છે. અને અનુભવાતા આયુષ્યની એક આવલિકા શેષ રહેતી નથી. પરંતુ એક આવલિકાથી અધિક આયુષ્ય કર્મ બાકી હોય છે. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org