SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ સદા આઠ કર્મોની ઉદીરણા હોય છે. સારાંશ કે કોઈ પણ ભવની અન્તિમ આવલિકામાં સાતની, અને શેષકાળમાં આઠની ઉદીરણા જાણવી. તેમાં પણ મિશ્રગુણઠાણે નિયમા આઠની જ ઉદીરણા સંભવે છે કારણ કે આવલિકા માત્ર આયુષ્ય શેષ હોય ત્યારે મિશ્રગુણસ્થાનક સંભવતું નથી. મિશ્રગુણઠાણે જીવ મૃત્યુ પામતો નથી અને તે ગુણસ્થાનકનો જઘન્ય-ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ છે. તેથી અન્તિમ આવલિકામાત્રમાં આ મિશ્રગુણસ્થાનક આવતું નથી. અપ્રમત્તથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની એક અન્તિમ આવલિકા શેષ ન રહે ત્યાં સુધી વેદનીય અને આયુષ્ય એમ બે કર્મ વિના શેષ છ કર્મોની ઉદીરણા જાણવી. આ ગુણસ્થાનકોમાં જીવ અપ્રમત્ત હોવાથી વેદનીય અને આયુષ્યકર્મની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોનો તે જીવને અસંભવ છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકની અન્તિમ આવલિકામાં મોહનીય કર્મ એક આવલિકા માત્ર જ હોવાથી તેની પણ ઉદીરણા ત્યાં થતી નથી. માટે પાંચ કર્મોની ઉદીરણા હોય છે. અગિયારમે ગુણઠાણે તથા બારમા ગુણઠાણાની એક આવલિકા માત્ર બાકી ન રહે ત્યાં સુધી પાંચની ઉદીરણા હોય છે. બારમાની અન્તિમ આવલિકામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ એક આવલિકા માત્ર જ હોવાથી તેની ઉદીરણા સંભવતી નથી, તેથી તેના વિના શેષ નામ- અને ગોત્ર એમ બે કર્મોની જ ઉદીરણા હોય છે. તથા તેરમે ગુણઠાણે પણ બે કર્મની જ ઉદીરણા હોય છે. અયોગી કેવલી ગુણઠાણે જીવ સર્વથા અનુદીરક જ હોય છે. પ્રશ્ન - તેરમાં ગુણઠાણાની જેમ જ ચૌદમા ગુણઠાણે પણ આ જીવ ચાર અઘાતી કર્મના ઉદયવાળો તો છે જ. અને ઉદય હોય ત્યાં ઉદીરણા હોય જ છે. વેદનીય અને આયુષ્યની ઉદીરણા યોગ્ય અધ્યવસાયો છઠ્ઠા પછી નથી તેથી નામ-ગોત્રની ઉદીરણા તેરમાની જેમ ચૌદમે પણ હોવી જોઈએ. તો “અનુદીરક” કેમ કહો છો ? ઉત્તર - ચાર અઘાતી કર્મોનો ઉદય ચૌદમે ગુણઠાણે હોવા છતાં પણ ઉદીરણા યોગની અપેક્ષાવાળી હોવાથી અને ચૌદમે યોગ ન હોવાથી ઉદીરણા થતી નથી. કારણ કે આ ઉદીરણા એ આઠ કિરણોમાંનું એક કરણ છે. તેથી ક-૪/૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy