________________
૪૭
મનુષ્યભવ સંબંધી અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ લીધો છે. તથા મનુષ્યમાંથી મરીને ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ-નારકીમાં જન્મતાં છેલ્લા છ મહીના શેષ ન રહે ત્યાં સુધી આયુષ્ય ન બંધાવાથી સપ્તવિધબંધક હોય છે. આ રીતે બને ભવોનો મળીને સપ્તવિધબંધકનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગે અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ સંભવી શકે છે. આ ઉત્કૃષ્ટકાળ સપ્તવિધબંધકનો જાણવો. - છનો બંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે મળે છે. ત્યાં આયુષ્ય અને મોહનીયકર્મનો બંધ નથી. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે કોઈ એક મનુષ્ય અધ્યવસાયોની વિશુદ્ધિથી ઉપશમશ્રેણીએ ચડે, દસમે ગુણઠાણે આવે, ત્યાં આવ્યા પછી માત્ર એક જ સમય ત્યાં રહીને ઉદિત આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે તો તે જીવ નિયમો દેવલોકવાસી જ થાય છે. ત્યાં નિયમો અવિરત જ હોય છે. તેથી નિયમ સપ્તવિધબંધક જ થાય છે. આ રીતે ભવક્ષયે મૃત્યુ પામનારને આશ્રયી દસમે ગુણઠાણે ષવિધબંધકનો કાળ ૧ સમય જઘન્યથી સંભવે છે. તથા ઉત્કૃષ્ટથી દસમા ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત જ હોવાથી છના બંધનો ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત જાણવો. એકનો બંધ અગિયાર, બાર, અને તેમાં ગુણઠાણે હોય છે. તેથી અગિયારમા ગુણઠાણાને આશ્રયી એકના બંધનો જઘન્યકાળ એક સમય પૂર્વની જેમ સમજી લેવો. અને ઉત્કૃષ્ટ કાળ તેરમા ગુણઠાણાને આશ્રયી દેશે ઉણા પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ જાણવો. આ પ્રમાણે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ચાર બંધસ્થાનક જાણવાં.
સત્તા અને ઉદય આઠ, સાત અને ચાર કર્મનાં હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકથી યાવત્ ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી આઠે કર્મોની અવશ્ય સત્તા હોય જ છે. અગિયારમે પણ મોહનીયકર્મ ઉપશમાવેલું હોવાથી ઉદય ભલે ન હોય તો પણ સત્તા અવશ્ય છે જ. આ આઠની સત્તાનો કાળ અભવ્ય જીવોને આશ્રયી અનાદિ-અનંત, ભવ્યજીવોને આશ્રયી અનાદિ સાન્ત જાણવો. અગિયારમે જવા છતાં ત્યાં પણ સદા સત્તા આઠની જ રહેતી હોવાથી સાદિસાન્ત ભાગો સંભવતો નથી. સાતકર્મોની સત્તા માત્ર બારમા ગુણઠાણે જ સંભવે છે. ત્યાં જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત સમજવો. અને ચાર ઘાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org