________________
૪૩
માટે એકેન્દ્રિયમાં અચક્ષુદર્શન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ ત્રણ ઉપયોગનું જે વિધાન છે. તે બરાબર યથાર્થ જ છે.
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ ચાર ઉપયોગ વિના શેષ ૮ ઉપયોગ હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વિરતિ-સંયમ ન હોવાથી મન:પર્યવજ્ઞાન નથી. ક્ષપકશ્રેણી અમુક વર્ષની વય પહેલાં ન પ્રારંભી શકાતી હોવાથી કેવલદ્ધિક અપર્યાપ્તાવસ્થામાં નથી. તથા અપર્યાપ્ત અવસ્થા હોવાથી શરીર-રચના સંપૂર્ણ યથાર્થ ન બની હોવાથી ચક્ષુ દ્વારા દેખવાના વ્યવહાર રૂપ ચક્ષુદર્શન નથી. શેષ ૮ ઉપયોગો હોય છે. અહીં કરણ અપર્યાપ્તા લેવા. જેથી તીર્થંકર પરમાત્મા આદિને આશ્રયી અપર્યાપ્ત અવસ્થામાં પણ અવધિજ્ઞાન-અવધિદર્શન ઈત્યાદિ સંભવી શકે. માટે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૨ દર્શન એમ ૮ ઉપયોગ હોય છે.
પંચસંગ્રહાદિ કોઈ કોઈ ગ્રંથોમાં ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, અને સંજ્ઞી પંચેન્દ્રિય આ ત્રણ અપર્યાપ્તામાં ચક્ષુદર્શન પણ હોય છે એમ કહ્યું છે. તે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થઈ હોવાથી ચની રચના બની ગઈ છે. માટે શેષ પર્યાપ્તિઓ પૂર્ણ થયેલ ન હોવાથી અપર્યાપ્તાવસ્થા હોવા છતાં પણ ચક્ષુની રચના થઈ ચુકી છે તેથી “ચક્ષુદર્શન હોય” એવી વિવેક્ષાથી કહેલ છે એમ સમજવું. આ પ્રમાણે જીવસ્થાનકમાં ઉપયોગો કહ્યા. ૬
હવે જીવસ્થાનકમાં લેશ્યાદ્વાર તથા બંધાદિ ચાર વાર કહે છે. सन्नि दुगि छलेस, अपजबायरे पढम चउ ति सेसेसु। सत्तट्ठ बंधुदीरण, संतुदया अट्ट तेरससु ॥ ७॥ (संजिद्विके षड्लेश्याः, अपर्याप्तबादरे प्रथमचतस्रः तिस्रः शेषेषु । सप्ताष्टौ बन्धोदीरणे, सदुदयावष्ट त्रयोदशसु ॥ ७॥)
શબ્દાર્થઃ સનિ - સંજ્ઞી પંચે. ૫. અપ૦માં | સત્ત - સાત અથવા આઠનો છનેસ - છ એ વેશ્યા હોય છે.
વંથલીરા – બંધ અને ઉદીરણા. પગવાયરે - અપર્યાપ્ત બાદર એકે૦માં | સંતુલયા – સત્તા અને ઉદય. પઢવ - પ્રથમની ચાર લેશ્યા. ટ્ટ - આઠ કર્મોનાં હોય છે. ત્તિ સેમેસુ-શેષ જીવભેદોમાં ત્રણ લેશ્યા. | તેરસલું - તેર જીવસ્થાનકોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org