________________
કર
ઉત્તર - એકેન્દ્રિય જીવોને પણ “આહારાદિ સંજ્ઞાઓ હોય છે એમ સૂત્રોમાં કહ્યાં છે. સંશા એ એક પ્રકારની અભિલાષા છે. પૂજયશ્રી હરિભદ્રસૂરિજીએ આવશ્યકની ટીકામાં કહ્યું છે “સાહાર સંજ્ઞા આ પના:, સુત્વેની પ્રવ: ઉત્થાત્મપરિણામવિશેષ તિ' અભિલાષા એ ઇચ્છા સ્વરૂપ છે. આવા પ્રકારની આ વસ્તુ મને પુષ્ટિકારી થશે કે મને હાનિકારક થશે. આ આહારગ્રહણથી મને સારું થશે અથવા નહીં થાય. ઈત્યાદિ શબ્દાર્થના ઉલ્લેખને અનુકૂળ “આ વસ્તુ પોતાની પુષ્ટિમાં નિમિત્તભૂત છે એવી પ્રતિનિયત વસ્તુની જ પ્રાપ્તિવાળો જે અધ્યવસાય તે જ અભિલાષા કહેવાય છે. અને આ અભિલાષા શબ્દાર્થાલોચનાનુસારી હોવાથી શ્રુતજ્ઞાન જ કહેવાય છે. તેથી ક્ષયોપશમ રૂપ અલ્પકૃત ત્યાં પણ સંભવે છે. આ કારણથી અમુક વનસ્પતિને અમુક જ ખાતર-પાણી જોઈતાં હોય છે. તેથી ત્યાં પણ અલ્પ શ્રુતાજ્ઞાન છે. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે
इंदियमणोनिमित्तं, जं विन्नाणं सुयाणुसारेणं । निययत्थुत्तिसमत्थं, तं भावसुयं मई सेसं ॥ २॥
અહીં “સુયાણુરેન” એટલે શબ્દાર્થના આલોચનને અનુસાર જે જ્ઞાન થાય, અર્થાત્ હૃદયમાં શબ્દાભિલાપ વાળું જે જ્ઞાન તે ભાવકૃત કહેવાય છે. અને તેવું અવ્યક્ત તથા શબ્દોથી ન સમજાવી શકાય તેવું શબ્દાર્થનો ઉલ્લેખ રૂપ ભાવશ્રુતજ્ઞાન એકેન્દ્રિય જીવોને પણ હોય છે.
તથા આ એકેન્દ્રિયજીવોને નામકર્મના ઉદય જન્ય દ્રવ્યથી ભલે “સ્પર્શનેન્દ્રિય માત્ર એક જ ઈન્દ્રિય હોય. અને શેષ રસના આદિ ચાર ઈન્દ્રિયો ભલે ન હોય તો પણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય સૂક્ષ્મ એવું પાંચે ભાવેન્દ્રિય સ્વરૂપ વિજ્ઞાન તેઓમાં હોય છે. કોઈક વનસ્પતિ મદિરાના કોગળાના છંટકાવથી ફળે, પારો સ્ત્રીનું રૂપ દેખીને, કમુદ અને કમલ ચંદ્રસૂર્યને જોઈને ખીલે, કેટલીક વનસ્પતિ મેઘના ગર્જરવથી ફળે, તેથી ભલે દ્રવ્યેન્દ્રિય માત્ર એક જ હોય, તો પણ ક્ષયોપશમ રૂપ ભાવવિજ્ઞાન પાંચે ઇન્દ્રિયોનું અત્યન્ત અંશમાત્ર પણ અવશ્ય હોય છે. કહ્યું છે કે -
जह सुहमं भाविंदियनाणं, दव्विंदियाण विरहे वि । दव्वसुयाभावंमि वि, भावसुयं पत्थिवाईणं ॥ १॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org