________________
૪૧ વિવેચન- પર્યાપ્તા ચઉરિન્દ્રિય અને પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય એમ બે જીવભેદમાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન એમ બે દર્શન તથા મતિ-શ્રુત એમ બે અજ્ઞાન કુલ ચાર ઉપયોગ હોય છે. આ જીવભેદમાં સમ્યકત્વ ન હોવાથી મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન અવધિ-કેવલદર્શન વગેરે શેષ ઉપયોગો સંભવતા નથી.
સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય આ ચારે પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ આઠ, તથા અપર્યાપ્તા ચઉરિન્દ્રિય અને અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય એમ કુલ ૧૦ જીવભેદોમાં ઉપરોક્ત ચાર ઉપયોગમાંથી એક ચક્ષુદર્શન વિના બાકીના ૩ ઉપયોગ હોય છે. એટલે અચક્ષુદર્શન, મતિઅજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એમ ત્રણ ઉપયોગી હોય છે. આ જીવભેદોમાં સમ્યકત્વ, અને ચહ્યું નથી તેથી શેષ ઉપયોગો સંભવતા નથી. આ દશ જીવભેદોમાં બેઈન્દ્રિય-તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય આ ચાર અપર્યાપ્તા જીવભેદોમાં જે ત્રણ ઉપયોગ કહ્યા તે કર્મગ્રંથકારના મતે જાણવા. કારણ કે સિદ્ધાન્તકારના મતે આ ચાર જીવભેદોમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ સંભવે છે જેથી કુલ પાંચ ઉપયોગ આ ચાર જીવભેદમાં હોઈ શકે છે કારણ કે સાસ્વાદનભાવ લઈને આ ચાર જીવભેદમાં જઈ શકાય છે. એમ કર્મગ્રંથકાર અને સિદ્ધાન્તકાર બને માને છે. પરંતુ કર્મગ્રંથના મતે સાસ્વાદનભાવે અજ્ઞાન હોય છે. જ્યારે સિદ્ધાન્તકારના મતે સાસ્વાદનભાવે જ્ઞાન હોય છે. કારણ કે સાસ્વાદનભાવ ભલે મલીન હોય તો પણ સમ્યકત્વની ભૂમિકા છે. તેથી જ્ઞાન કહેવાય છે. એમ ચાર જીવભેદમાં ત્રણને બદલે સિદ્ધાન્તકારના મતે પાંચ ઉપયોગ હોય છે.
પ્રશ્ન- આ ૧૦ જીવભેદોમાં જે સૂક્ષ્મ-બાદર પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિયના ચાર ભેદ કહ્યા છે તેમાં આ ત્રણ ઉપયોગમાં જે શ્રુત અજ્ઞાન કહ્યું તે કેમ ઘટી શકે ? કારણ કે તેઓને તો માત્ર સ્પર્શનેન્દ્રિયાવરણનો જ ક્ષયોપશમ છે તથા ભાષા અને શ્રોત્રલબ્ધિ રહિત છે. અને શ્રત તો ભાષા (બોલવાની) અને શ્રુત (સાંભળવાની) લબ્ધિવાળાને જ થાય. તો શ્રુતઅજ્ઞાન કેમ હોઈ શકે?
શાસ્ત્રમાં કહ્યું છે કે – "भावसुयं भासासोयलद्धिणो जुजए न इयरस्स । भासाभिमुहस्स सुयं, सोऊण व जं हविज्जाहि ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org