________________
ઉદયવાળા જે જીવો તે બાદર, સૂક્ષ્મજીવો એક એક હોય તો પણ ચક્ષુથી અગોચર છે અને અસંખ્યાત અથવા અનંત જીવોનો સમૂહ હોય તો પણ તેઓ ચક્ષુથી અગોચર છે. જ્યારે બાદર જીવો એક-એક હોય તો પણ કેળાં-કેરી આદિ વનસ્પતિમાં ચક્ષુથી ગોચર છે. તથા પૃથ્વીકાયાદિમાં જોકે એક એક બાદર જીવ ચક્ષુથી ગોચર નથી, તથાપિ અસંખ્યાતા જીવો સમૂહરૂપે ચક્ષુથી ગોચર છે. માટે તે બાદર કહેવાય છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સકલ લોકમાં વ્યાપ્ત છે. જયારે બાદર એકેન્દ્રિય જીવો લોકના અમુક અમુક પ્રતિનિયત ભાગોમાં જ છે. પૃથ્વીઅપૂતેઉ-વાયુ-અને સાધારણ વનસ્પતિ આ પાંચે સૂક્ષ્મ-બાદ બન્ને ભેટવાળા હોય છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિ માત્ર બાદર જ હોય છે.
સ્પર્શન અને રસના (ચામડી અને જીભ) એમ બે ઇન્દ્રિયો જે જીવોને છે તે બેઇન્દ્રિય કહેવાય છે. જેમકે કૃમિ, પોરા, આયરિયા, (ચંદનક), શંખ, કોડા, ગંડોલા, વગેરે.
| સ્પર્શન-રસના અને ઘાણ (ચામડી, જીભ અને નાક) આ ત્રણ ઇન્દ્રિયો જે જીવોને હોય છે. તે તે ઇન્દ્રિય કહેવાય છે, જેમકે કંથવા, માંકડ, જુ, લીખ, ગોકળગાય, કાનખજુરા, કીડી, મકોડા. વગેરે.
સ્પર્શન-રસના-પ્રાણ અને ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયો જેને છે તે ચઉરિન્દ્રિય. જેમ કે ભ્રમર, વિંછી, તીડ, માખી, અને મચ્છર વગેરે. - સ્પર્શન-રસના-પ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર એમ પાંચ ઇન્દ્રિયો જેઓને હોય છે. તે પંચેન્દ્રિય કહેવાય છે. જેમકે પશુ, પક્ષી, જલચરજીવો, મનુષ્યો, દેવો અને નારકી વગેરે. આ પંચેન્દ્રિયજીવો બે પ્રકારના હોય છે. (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી. ભૂત-ભાવિ અને વર્તમાન કાળને આશ્રયી પદાર્થોના ભાવોની વિચારણા કરવાની જે શક્તિ તે સંશા કહેવાય છે. આવી સંજ્ઞા (દીર્ધકાલિકીસંજ્ઞા) જે જીવોને હોય છે તે સંજ્ઞી કહેવાય છે. એટલે કે વિશિષ્ટ ચિંતન-મનન-અને સ્મરણાદિ રૂપ મનોવિજ્ઞાનવાળા જે જીવો તે સંજ્ઞી અને આવી દીર્ધકાળની વિચારણાની શક્તિ વિનાના જે જીવો તે અસંશી, પંચેન્દ્રિયમાં જ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદ જણાવ્યા હોવાથી એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના સર્વજીવો અસંજ્ઞી જ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org