________________
૨૫
ઉપયોગવાળા જે જીવો છે તે જ મન-વચન- અને કાયાના પરિસ્પંદનાત્મક યોગને પ્રવર્તાવે છે ઉપયોગ રહિત એવા જડપદાર્થો યોગને પ્રવર્તાવતા નથી. એમ જણાવવા પાંચમું યોગ દ્વાર કહેલ છે.
યોગ દ્વારા ગ્રહણ કરેલ કર્મપુદ્ગલોમાં લેશ્યા દ્વારા જ રસબંધ અને સ્થિતિબંધ થાય છે. લેશ્યા વિના માત્ર યોગથી (૧૧-૧૨ અને ૧૩મા ગુણઠાણે) પ્રકૃતિ અને પ્રદેશ બંધ જ થાય છે. આ ભાવ જણાવવા યોગ પછી છઠ્ઠું લેશ્યા દ્વાર કહેલ છે.
લેશ્યાના ભાવથી પરિણામ પામેલા જીવો યથાયોગ્ય રીતે આઠે કર્મોના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાને પ્રાપ્ત કરે છે. તે માટે લેશ્યા પછી સાતમું બંધાદિ દ્વાર કહ્યું છે.
કર્મોના તીવ્ર-મંદ અને મધ્યમ બંધ-ઉદય આદિના કારણે જ બાસઠ માર્ગણાઓમાં કોઇક માર્ગણામાં જીવો અલ્પ અને કોઇક માર્ગણામાં જીવો બહુ હોય છે. તેથી આઠમું અલ્પબહુત્વ દ્વાર છે.
બાસઠમાર્ગણામાં અને ચૌદે ગુણસ્થાનકોમાં અલ્પ તથા બહુરૂપે વર્તતા આ જીવો અવશ્ય ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપમિક આદિ કોઇને કોઇ ભાવોથી યુક્ત જ હોય છે તેથી નવમું ભાવદ્વાર કહેલ છે.
પાંચે ભાવોમાં વર્તતા જીવો માંહોમાંહે એકભાવથી બીજાભાવમાં સંખ્યાત-અસંખ્યાત અને અનંતાદિ કોઇપણ એક આંકથી નિયત હોય છે. તે જણાવવા દસમું સંખ્યાતાદિ દ્વાર કહેલ છે.
પ્રશ્ન :-‘આ ગ્રંથમાં કંઇક અંશમાત્ર સ્વરૂપ અમે કહીશું' એમ તમે શા માટે કહો છો ! વિસ્તારથી સ્વરૂપ શા માટે નથી કહેતા ?
ઉત્તર :- પંચમકાળના પ્રભાવે પ્રતિદિન જીવો બુદ્ધિબળ-સંઘયણ બળ અને આયુષ્યબળાદિથી હાનિ પામતા જાય છે. માટે વિસ્તૃતકથનથી તેવા પ્રકારનો ઉપકાર સંભવતો નથી કે જેવા પ્રકારનો ઉપકાર સંક્ષિપ્ત કથનથી થાય છે. તથા વિસ્તારરુચિવાળા જીવો તો જૈનદર્શનના અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org