SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મહાગ્રંથોથી પણ જાણી શકે તેમ છે. તેથી સંક્ષિપ્તરુચિવાળા જીવો માટે અમે આ ગ્રંથમાં સંક્ષેપથી જ વિષયો સમજાવીશું. પ્રશ્ન :-આ ગ્રંથમાં ક્રમશઃ આ ૧૦ જ દ્વારો કહેવાશે ? કે આ ૧૦ દ્વારોમાં પણ બીજી કોઇ વ્યવસ્થા છે ! ઉત્તર ઃ- આ ૧૦ દ્વારોમાં બીજી વ્યવસ્થા પણ છે. તે આ પ્રમાણે છે. (૧) પ્રથમ ચૌદ જીવસ્થાનક સમજાવાશે. ત્યારબાદ આ જ ચૌદ જીવસ્થાનક ઉપર ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તા એમ કુલ આઠ દ્વાર કહેવાશે. ત્યારબાદ (૨) ચૌદ મૂલમાર્ગણા અને બાસઠ ઉત્તરમાર્ગણા સમજાવાશે. અને પછી તે જ બાસઠ માર્ગણાસ્થાનો ઉપર જીવસ્થાનક, ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા, અને અલ્પબહુત્વ એમ છ દ્વારો સમજાવાશે. (૩) ત્યારબાદ પ્રથમ ચૌદ ગુણસ્થાનક સમજાવી તે ચૌદ ગુણસ્થાનક ઉ૫૨ જ જીવસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા, બંધહેતુ, બંધાદિ ચાર (બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા) અને અલ્પબહુત્વ એમ કુલ ૧૦ દ્વારો સમજાવાશે. ત્યારબાદ પાંચ ભાવો અને સંખ્યાતાદિનું સ્વરૂપ કહેવાશે. આ પ્રમાણે ચૌદ જીવસ્થાનક ઉપર ૮, બાસઠ માર્ગણાસ્થાનક ઉપર ૬, અને ચૌદ ગુણસ્થાનક ઉપર ૧૦, ત્યારબાદ ભાવદ્વાર અને સંખ્યાતાદિનું સ્વરૂપ દ્વાર એમ કુલ ૨૬ દ્વારો આ કર્મગ્રંથમાં આવશે. હવે કહેવાતાં દ્વારોની ઉપરોક્ત વ્યવસ્થાને સમજાવનારી ત્રણ ગાથા પ્રક્ષેપ રૂપે આ પ્રમાણે છે. नमिय जिणं वत्तव्वा, चउदस जिअठाणएसु गुणठाणा । નૌયુવઓ ભેસા, બંધુઓનીળા સત્તા॥ ॥ ( नत्वा जिनं वक्तव्यानिः चतुर्दशजीवस्थाकेषु गुणस्थानानि । યોગોપયોતેશ્યા-બન્યોદ્યોવીરાસત્તા: ।। શ્) ગાથાર્થ ઃ-જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને ચૌદ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy