SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આ ૧૦ દ્વારો સમજાવવાં તે આ ગ્રંથનો વિષય (અભિધેય) છે. સંબંધ :- આ ગ્રંથ (મૂલસૂત્રની ગાથાઓ અને વિવેચન) એ વાચક છે. ઉપાય છે. અને સાધન છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન એ વાચ્ય છે. ઉપેય છે. અને સાધ્ય છે. આ પ્રમાણે વાચ્ય-વાચક, ઉપેય-ઉપાય, અને સાધ્યસાધન ભાવરૂપ સંબંધ જાણવો. અથવા અહીં ગ્રંથકારે જિનેશ્વ૨૫રમાત્માને નમસ્કાર કર્યો છે. તેથી તેઓની વાણીને અનુસારે જ વિષય સમજાવાશે, એમ ગુરુપર્વક્રમરૂપ સંબંધ પણ જાણવો. પ્રયોજન :-પોતાને સ્વાધ્યાય થાય અને પરને (શ્રોતાવર્ગને) ઉપકાર થાય એ ગ્રંથકર્તાનું અનંતર પ્રયોજન છે. અને આ ૧૦ દ્વારો વિષેની સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્તિ થાય એ શ્રોતાવર્ગનું અનંતર પ્રયોજન છે. તથા કર્મક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરવી એ કર્તા-શ્રોતા એમ ઉભયનું પરંપરા પ્રયોજન છે. પ્રશ્ન :- ઉપર જે ૧૦ દ્વાર આ ગ્રંથમાં સમજાવાશે. એમ કહ્યું. ત્યાં દશ દ્વારોનો આ જ ક્રમ શા માટે ? ૧૦ દ્વારના આવા પ્રકારના ક્રમની પાછળ શું કંઇ કારણ છે કે વિના કારણે આ ક્રમ છે ? ઉત્તર ઃ- હા, તે ક્રમની પાછળ પણ કારણ છે. તે કારણ આ પ્રમાણે-માર્ગણાસ્થાનક, ગુણસ્થાનક, ઉપયોગ અને યોગાદિ દ્વારો, જીવોના ભેદો જાણ્યા વિના જાણી શકાતાં નથી કારણ કે જીવોના ભેદો ઉપર જ આ બધી સૂક્ષ્મ વિચારણા સંભવી શકે. માટે સૌ પ્રથમ જીવસ્થાનક દ્વાર કહ્યું છે. જીવોનું વિસ્તારથી નિરૂપણ કરવું હોય, વધારે ભેદ-પ્રતિભેદથી જાણવા હોય તો ૬૨ માર્ગણાસ્થાનક વડે જાણી શકાય છે. માટે બીજું માર્ગણાસ્થાનક છે. તે તે માર્ગણાઓમાં વર્તતા જીવો કોઇને કોઇ ગુણસ્થાનકોથી યુક્ત જ હોય છે. ક્યાં કેટલાં ગુણસ્થાનકો હોય તે જાણવા ત્રીજું ગુણસ્થાનક દ્વાર છે. આ ચૌદે ગુણસ્થાનકો ઉપયોગ (ચૈતન્યશક્તિ)વાળા જીવોને જ હોય છે. પરંતુ ઉપયોગ (ચૈતન્યશક્તિ) વિનાનાં એવાં આકાશ અને પુદ્ગલદિ અજીવદ્રવ્યોને સંભવતાં નથી. તે માટે ચોથુ ઉપયોગ દ્વાર કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy